રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર તાલુકાના અગાસવાણી ગામેથી પોલીસ રેડ દરમિયાન રહેણાંક મકાનમાંથી ૧,૧૯,૬૭૦ ના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
ધાનપુર પોલીસે વિદેશી દારૂ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી
ધાનપુર તા.22
પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર પોલીસ મથકન પી.આઇ.એસ.આઇ સી.બી બરડા ને પ્રોહી અંગેની મળેલ બાતમીના આધારે ધાનપુર પોલિસે ગત રાતના સાડા આઠ વાગ્યાના સુમારે અગાશવાણી ગામના તડવી ફળીયામાં રહેતા બુટેલગર નવાભાઈ ધુળીયાભાઈ તડવીના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર ઓચિંતી પ્રોહી રેડ પાડી રહેણાંક – મકાનમાંથી રૂપિયા ૪૮,૧૫૦ની કિંમતની ભારતીય બનાવટના
વિદેશી દારૂ ગોવા સ્પીરીટમાર્કના પ્લાસ્ટીકના કવાર્ટરીયા નંગ-૪૫૦ તથા લંડન પ્રાઈડ પ્રીમીયમ માર્કાના રૂા. ૭૧,૫૨૦નીકિંમતના કાચના કવાર્ટરીયા નંગ-૪૮૦મળી કુલ રૂા. ૧,૧૯,૬૭૦ની બોટલ નંગ-૯૩૦ પકડી પાડી કબજે લઈ બુટલેગર નવાભાઈ ધુળીયાભાઈ તડવીની અટક કરી આગળની કાર્યવાહી હાથધરી છે.