ધાનપુર પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી જેલભેગો કર્યોં..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ધાનપુર પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી જેલભેગો કર્યોં..

ગરબાડા તા.08

 ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સી.બી બરંડા તેઓના પોલીસ સ્ટાફના માણસો સાથે ધાનપુર પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં સડોવાયેલા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધાનપુરના પી.એસ.આઇ સી બી બરંડા ને મળેલી માહિતીના આધારે ધાનપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર ન 0372/2022 પ્રોહી એક્ટ કલમ65 ઇ 81/116બી મુજબ ના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા પાંચ માસ નાસતો ફરતો આરોપી રાહુલ મગન માવી તેના ઘરે ભીંડોળ ખેડા ફળિયા ખાતે તેના ઘરે હોવાની બાતમીના આધારે રેડ પાડી તેને પકડી પાડી ધાનપુર પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ ધાનપુર પોલીસ મથકના પ્રોહિબિશનના એક ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં ધાનપુર પોલીસને સફળતા મળી હતી

Share This Article