કલ્પેશ શાહ :- સિંગવડ
સીંગવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચર જમીન ઉપર દબાણોની ભરમાર: લીલા વૃક્ષોનું નિકંદન..
સિંગવડ તાલુકાના ગામડાઓમાં ગૌચર જમીન ઉપર લોકો દ્વારા મકાનો બાંધી દબાણ કરીને તેના ઉપર ઉગેલા વૃક્ષો બારોબાર કાપીને તેને વેચીને રૂપિયા બારોબાર કરી લેવામાં આવે છે સિંગવડ તાલુકાના ગામડામાં લોકો દ્વારા સરકારી ગૌચર જમીન ઉપર ઘરો બાંધીને દબાણ કરી દેવાતા સરકારી જમીનો પૂરી થઈ જવા પામી છે જ્યારે સરકારી ગૌચર જમીન ઉપર લોકો દ્વારા ઘર પર બનાવી દેવામાં આવ્યા છે જ્યારે ઘણી ગોચર જમીન પર લોકો દ્વારા વૃક્ષો ઉગેલા હોય તેને બારોબાર માલિક બનીને વેચી દેવામાં આવતા ખરેખર સરકારી તંત્ર દ્વારા ગૌચર જમીનનો ખુલ્લી કરવામાં આવે તો ત્યાં સરકારની ઘણી બધી ઓફિસો બની જાય તેમ છે જ્યારે ઘણી જગ્યાએ તો આંગણવાડી પંચાયત ઘર જેવી ઓફિસો બનાવવા માટે લોકો પાસે બક્ષિસમાં જમીન માંગવામાં આવે છે જો આ ગૌચરની જમીનો બચાવી હોય તો ત્યાં આ સરકારી ઓફિસો બને તેમ છે જ્યારે કોર્ટ દ્વારા ગૌચરની જમીનો ખુલ્લી કરવા માટે આદેશ પણ કરવામાં આવ્યો છે પરંતુ સરકારી તંત્રની આંખ ઊઘડતી નથી તેમ લાગી રહ્યું છે કે પછી સરકારી તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું છે ખરેખર ગૌચરની જમીનો તો પંચાયતના પાસે હોવી જોઈએ જેના લીધે ત્યાં તેનો ઉપયોગ કરી શકે પરંતુ આ ગૌચરની જમીન પર લોકો દ્વારા દબાણો કરાવી દેવાથી આ જમીન ઉપર માલિકી હક જમાવતા હોય તેમ લાગી રહ્યું છે જો ખરેખર આ ગૌચરની જમીન ઉપર ઉગેલા વૃક્ષોની યાદી પંચાયત પાસે હોય તો તેનામાંથી પણ પંચાયતને કેટલા રૂપિયાની આવક થાય એવી છે માટે સરકારી તંત્રને લાગતા વળગતા ઉપલા અધિકારીઓ દ્વારા ગૌચરની જમીન ખુલ્લી કરાવી અને તે તેના ઉપર વૃક્ષો કોઈપણ લોકો દ્વારા કાપીને બારોબાર વેચી નહીં શકે તેવી નોંધ રાખી લેવી જોઈએ અને આ ગોચર જમીનનો ખાલી કરાવવા આવે તેવી લોકોની માંગ છે જેના લીધે આ ગોચર જમીન પર કોઈ પણ સરકારી ઓફિસો કે સરકારને લગતું કોઈપણ કામ કરી શકે તેમ છે.