કલ્પેશ ચૌહાણ,ધાનપુર
ધાનપુર પોલીસ સ્ટેશને અપહરણના ગુન્હાના આરોપી અને ભોગ બનનાર સગીરાને ગણતરીના દીવસોમાં શોધી કાઢતી ધાનપુર પોલીસ
દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા નાઓએ જીલ્લામાં અપરહણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા ટીમો બનાવી કોમ્બીંગ હાથ ધરવા સુચના કરેલ જે સુચના અનુસંધાને લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા નાઓએ નાસતા ફરતા આરોપીઓ વિશે માહીતી મેળવી તેમને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવા સુચના અને જરૂરી માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. એસ.એમ.ગામેતી દેવ.બારીઆ નાઓએ પણ જરૂરી સુચનાઓ આપેલ જે આધારે બી.એમ.પટેલ નાઓએ ધાનપુર પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન સોર્સ દ્વારા બાતમી કઢાવી ટીમ વર્ક કરવા સુચના કરેલ તે સબંધે જરૂરી ખાનગીરાહે માહીતી મેળવી તપાસ હાથ ધરેલ તે દરમિયાન સી.પો.સ.ઇન્સ. બી.એમ.પટેલ નાઓને મળેલ ચોક્કસ માહીતી આધારે જે સગીર વયની છોકરીનુ અપહરણ કરનાર મુખ્ય આરોપી પ્રવીણભાઇ રસુલભાઇ ડામોર રહે. ભીલોઇ તા. ગરબાડા જી.દાહોદનાને તેમજ આ કામે ભોગ બનનાર સગીર વયની કિશોરીને શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા સારૂ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર દેવગઢબારીઆ નાઓને સોપેલ આમ ધાનપુર પો.સ્ટેના સગીરાના અપહરણના ગુન્હાના આરોપીને ગણતરીના દીવસોમાં ઝડપી પાડવામાં અને આ કામે અપહરણ થનાર સગીરાને શોધી કાઢવામાં ધાનપુર પોલીસ ટીમને મળેલ સફળતા રિપોટૅ કલ્પેશ ચૌહાણ