ધાનપુર તાલુકાના હરખપુર ગામે 38 વર્ષીય યુવક ગામના કૂવામાં પડી જતાં મોત..

Editor Dahod Live
1 Min Read

સૌરભ ગેલોત

 

 

ધાનપુર તાલુકાના હરખપુર ગામે 38 વર્ષીય યુવક ગામના કૂવામાં પડી જતાં મોત..

 

 

દાહોદ તા.24

 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના હરખપુર ગામે એક 38 વર્ષીય યુવક ગામમાં આવેલ એક કૂવામાં પડી જતા તેમનું મોતની નીપજ્યાનું જાણવા મળે છે.

 

તારીખ 22 મી જુલાઈના રોજ ધાનપુર તાલુકાના હરખપુર ગામે પટેલ ફળિયામાં રહેતા 38 વર્ષીય નવરસિંહભાઈ બદીયાભાઈ મેડા અગમ્ય કારણોસર ગામમાં આવેલ એક કૂવામાં ઝંપલાવ્યું હતું જેને પગલે તેઓ કૂવાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર પરિવાર તેમજ ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં મૃતકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

 

આ સંબંધે હરખપુર ગામે પટેલ ફળિયામાં રહેતા અમરસિંગભાઈ બદીયાભાઈ મેડા દ્વારા ધાનપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article