ધાનપુર તાલુકાના આકાશવાણી ગામે વાસના ભુખ્યા નરાધમે ઘરમાં ઘૂસી 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું.

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

 

ધાનપુર તાલુકાના આકાશવાણી ગામે વાસના ભુખ્યા નરાધમે ઘરમાં ઘૂસી 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

 

 

દાહોદ તા.3

 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આગાશવાણી ગામે એક યુવક દ્વારા એક 16 વર્ષીય સગીરાના ઘરમાં ઘૂસી જઈ સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્ય બાદ તેણી ના પિતા ને મારી નાખવાની ધમકી આપી નાસી જતા પંથકમાં ખડખડાટમાંથી જવા પામ્યો છે.

 

ગત તારીખ 28મી જૂન ના રોજ ધનપુર તાલુકાના આગાશવાણી ગામે કલાડી ફળિયામાં રહેતો રાહુલભાઈ ફતેસિંહ ઉર્ફે ફતાભાઈ ભુરીયા ધાનપુર તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરના ઘરે આવ્યો હતો અને સગીરાના ઘરમાં સગીરાનો એકલતાનો લાભ લઈ તેણીના ઘરમાં ઘૂસી ગયો હતો અને સગીરાને બેફામ કાળો બોલી મારી નાખવાની ધમકી આપી તેમજ સગીરા સાથે મારઝૂડ કરી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આ કર્યું હતું આ દરમિયાન સગીરાના પિતા ઘરમાં આવી પહોંચતા રાહુલભાઈ દ્વારા સગીરાના પિતાને મારી નાખવાની ધમકી આપી પોતાની મોટરસાયકલ લઈ નાસી જતા આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article