સુમિત વણઝારા
ધાનપુર તાલુકાના લુખાવાડા ગામની પરણીતા જોડે દહેજની માંગણી કરી સાસરી પક્ષ દ્વારા ત્રાસ ગુજારતા પરણિતાની પોલીસમાં રાવ
દાહોદ તા.28
ધાનપુર તાલુકાના લૂખાવાડા ગામની પરણિતાને પતી તેમજ સાસુ સસરા દ્રારા અવર નવાર મહેના ટોણા મારી દહેજ અંગેની માંગણી કરી શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા સાસરિયાઓના અસહ્ય ત્રાસથી વાજ આવેલી પરણીતાએ મહિલા પોલીસ મથકમાં રાવ કરી હોવાનું જાણવા મળેલ છે
ધાનપુર તાલુકાના લૂખાવાડા ઝાબ ફળિયાની રહેવાસી ઉષા બેન હરેશ ભાઈ પટેલ ના લગ્ન સમાજના રીત રિવાજના મુતાબિક થયાં હતા લગ્નના 6 માસ સુધી સારૂ રહ્યા બાદ સાસરી પક્ષ દ્રારા પોતાનું પ્રોત પ્રકાશયું હતું અને ઉષાબેનના પતી હરેશભાઇ પટેલ દ્રારા તું મને ગમતી નથી તેમ કહી માં બેન સમાની ગાળો બોલી મારઝૂડ કરી ત્રાસ ગુજારતો હતો તેમજ તેના સસરા સુરપાલ પટેલ તેની સાસુ શંકુ બેન સુરપાલ પટેલ દ્રારા અવાર નવાર દહેજ અંગેની માંગણી કરી અમારે તને રાખવી નથી તું અમારા ઘરેથી નીકળી જા તેમ કહી મહેના ટોણા મારી ત્રાસ ગુજારતા સાસરિયાઓના અમાનુસી ત્રાસથી વાજ આવેલી પરણીતા એ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પતી તેમજ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે