ઈરફાન મકરાણી :- દેં. બારીયા
દે.બારીયા તાલુકાના સાગટાલા નજીક તળાવમાંથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા.? પંચમહાલ પોલીસ તપાસમાં જોતરાઈ..
દે.બારીયા તાલુકાના સાગટાળા નજીક પંચમહાલ જિલ્લાની હદમાં આવેલા તળાવમાંથી એક યુવકની લાશ મળી આવતા ચક્ચાર મચી જવા પામી છે. જોકે મરણજનાર યુવકની ઓળખ દે.બારિયા તાલુકાની પ્રસ્થાપિત થવા પામી છે.જોકે આ વિસ્તાર પંચમહાલ જિલ્લાની હદમાં આવતો હોવાથી પંચમહાલની દામાવાવ પોલીસે ઘટના સબન્ધે યુવકની લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
દે.બારિયા તાલુકાના સાગટાલા નજીકના તળાવમાં એક યુવક ડૂબી ગયો અથવા મારીને ફેંકી દીધો હોવાની અફવા સોશિયલ મીડિયામાં ફરતા દે.બારિયા ફાયર ફાઈટર તેમજ સાગટાળા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા આ વિસ્તાર પંચમહાલ તાલુકાના દામાવાવ પોલીસ સ્ટેશન હદમાં લાગતો હોવાથી ત્યાંની સ્થાનિક પોલીસને જાણ કરાતા દામાવાવ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આસપાસના ગ્રામજનો થી પૂછપરછ હાથ ધરતા એક યુવક નદીમાં માછલા મારવા આવ્યો હોવાથી કોઈ કારણસર ડૂબીને મરી ગયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ દે.બારિયા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ યુવકની લાશ તળાવમાંથી કાઢી તપાસ હાથ ધરતા આ યુવક દે.બારિયા તાલુકાના પાણીવાગણ ગામનો છગનભાઈ શકરાભાઈ રાવળ હોવાનું બહાર આવ્યું હતું. જોકે આ યુવક અકસ્માતે તળાવમાં ડૂબી જવાથી મરણ પામ્યો છે..? કે કોઈએ મારીને ફેંકી દીધો છે..?તે હાલ સ્પષ્ટ થયું નથી. જોકે આ સમગ્ર ઘટના સંબંધે પંચમહાલ તાલુકાની ધામાવાવ પોલીસે ઘટના સંબંધી તપાસ હાથ ધરી છે.