દે. બારીયામાં મારી “બહેનને કેમ તેડતો નથી” તેમ કહી સાળા તેમજ સાસરીયાઓએ જમાઈ ને ફટકાર્યો… 

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

 

દે.બારીયામાં મારી “બહેનને કેમ તેડતો નથી” તેમ કહી સાળા તેમજ સાસરીયાઓએ જમાઈ ને ફટકાર્યો… 

 

દાહોદ તા.૦૩

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં પત્નિને પિયરમાં તેડવા મામલે બનેવીને સાળાઓ સહિત યુવકના સાસરીપક્ષના મહિલા સહિત ૪ ઈસમો યુવકને લાપટો, ઝાપટો મારી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરેર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

 

દેવગઢ બારીઆ તાલુકાના પાણીવાસણ ગામે બારીઆ ફળિયામાં રહેતાં અર્જુનભાઈ છગનભાઈ બારીઆનો પુત્ર કિશનની પત્નિ રિશાઈને પોતાના પિયરમાં બેઠી હતી ત્યારે ગત તા.૦૧ જુનના રોજ કિશન દેવગઢ બારીઆ નગરના ઘાટી ફળિયામાંથી પસાર થઈ રહ્યો હતો તે સમયે કિશનનો સાળા પ્રકાશભાઈ કેશરભાઈ બારીઆ તથા દિનેશભાઈ પર્વતભાઈ બારીઆ (બંન્ને રહે. ડાંગરીયા, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) અને કિશનના સાસરીપક્ષના કોકિલાબેન શંકરભાઈ વડેળ અને સંજયભાઈ શંકરભાઈ વડેળ (બંન્ને રહે. પાણીવાસણ, તા.દેવવગઢ બારીઆ, જિ.દાહોદ)નાઓએ કિશનને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું મારી બહેનને કેમ તેડતો નથી અને અન્ય છોકરી સાથે તું પ્રેમ સંબંધ રાખે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ કિશનને લાપટો, ઝાપટો મારી અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે અર્જુનભાઈ છગનભાઈ બારીઆએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article