Monday, 30/06/2025
Dark Mode

દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે જમીન સંબંધી મામલે થયેલ ઝઘડામાં લાકડીઓ ઉછળી: બે મહિલાઓ ઈજાગ્રસ્ત…

June 30, 2022
        2926
દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે જમીન સંબંધી મામલે થયેલ ઝઘડામાં લાકડીઓ ઉછળી: બે મહિલાઓ ઈજાગ્રસ્ત…

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે જમીન સંબંધી મામલે થયેલ ઝઘડામાં લાકડીઓ ઉછળી: બે મહિલાઓ ઈજાગ્રસ્ત…

 

દાહોદ તા.૩૦

 

દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામના મેઘા ફળીયામાં જમીનના મામલે થયેલ ઝઘડામાં લાકડીઓ ઉછળતા બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર કાળી તળાઈ ગામના મેઘા ફળીયામાં રહેતા રમેશભાઈ સુરસીંગભાઈ ભુરીયા, તેની પત્ની રાજુબેન ભુરીયા તથા મડીબેન ભુરીયા પોતાના ખેતરમાં વાવલી કરવા જતા હતા તે વખતે લાકડીઓ લઈને આવેલા તેમના ફળીયામાં રહેતા ભુરીયા કુટુંબના રેમાભાઈ જહીમભાઈ, રાયસીંગભાઈ જહીમભાઈ, મસુલ ભાઈ જહીમભાઈ તથા રસુલભાઈ જહીમભાઈ એ કહેલ કે અમો તમોને છ નંબરના ખેતરમાં ખેડવા દેવાના નથી તેમ કહી ગાળો બોલી રેમાભાઈ ભુરીયાએ રાજુબેન રમેશભાઈ ભુરીયાને લાકડી મારી સામાન્ય ઈજા કરી તથા બાકીનાઓએ મડીબેનને લાકડીઓ મારી ડાબો હાથ ભાંગી નાખી તથા બરડા તથા કમ્મરના ભાગે ગંભીર ઈજાઓ તથા ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી હતી.

 

આ સંબધે કાળીતળાઈ ગામના દુબળાભાઈ પારસીંગભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરીયાદને આધારે તાલુકા પોલીસે મારામારીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!