
રાજેશ વસાવે, દાહોદ
બેરોજગારી ની પરાકાષ્ટા…દાહોદમાં ટ્રાફિક બ્રિગેડની 80 ભરતીઓ માટે ઉમેદવારોનો મોટી સંખ્યામાં ઘસારો….
દાહોદ ટાઉન પોલીસ મથકમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી ટી આર બી ની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો મોટી સંખ્યામાં કતારમાં લાગ્યા.
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લામાં ટીઆર ( ટ્રાફિક બ્રિગેડ) ની ૮૦ ભરતીઓ માટે છેલ્લા કેટલાંય દિવસોથી દાહોદ શહેર પોલીસ મથકે જિલ્લાના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યાં છે. આજે સાંજે કામગીરી પુર્ણ થઈ થઈ જશે અને આજે અંતિમ દિવસ હોઈ મોટી સંખ્યામાં ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ઘસારો જાેવા મળ્યો હતો.
દાહોદ જિલ્લામાં ટ્રાફિક પોલીસમાં એટલે કે, ટીઆરબીની ૮૦ જગ્યાઓ પડતાં દાહોદ જિલ્લામાંથી ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારોનો ઘસારો જાેવા મળ્યો હતો. દાહોદ શહેર પોલીસ મથકે ફોર્મ ભરવાની અને ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી દાહોદ શહેર પોલીસ મથકે ઉમેદવારીનો મોટી સંખ્યામાં ઘસારો જાેવા મળ્યો હતો. આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોઈ દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યાં હતાં અત્યાર સુધી અંદાજે ૧૦૦૦ ઉપરાંત ફોર્મ દાહોદ શહેર પોલીસ મથકે જમા થયાં છે. સવારથી સાંજ સુધી ફોર્મ સ્વીકારવાની કામગીરી દાહોદ શહેર પોલીસ મથકે પુરજાેશમાં ચાલી રહી છે.