પરવાનગી વગર સંગીતના મધુર સૂરો વચ્ચે ચાલતા બે લગ્ન સમારંભમાં પોલીસની એન્ટ્રી: કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ ડીજે સંચાલક તેમજ નિમંત્રક વિરુદ્ધ ગુનો નોંધાયો…

Editor Dahod Live
1 Min Read

ધાનપુર તાલુકામાં બે લગ્ન સ્થળ પર પોલીસની એન્ટ્રીથી રંગમાં પડ્યો ભંગ…

 મામલતદારની પરવાનગી વગર ચાલતા લગ્ન સ્થળ ઉપર સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક ભૂલાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

 લગ્ન સમારંભમાં 200 ઉપરાંત લોકો ભેગા થતા પોલિસે નિમંત્રક તેમજ ડીજે સંચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો:ડીજે સંચાલકના પોલીસે જપ્ત કર્યા

 દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બે ગામોમાં લગ્ન પ્રસંગોમાં જાહેરનામાનો ભંગ થતો જાેવાતાં પોલીસની ટીમના સપાટામાં નિમંત્રકો અને ડી.જે.સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા અનુસાર, ડી.જે. સંચાલકોના ડી.જે.સિસ્ટમ પણ જપ્ત કરવામાં આવ્યાં છે.

 

 

ગતરોજ રાત્રીના સમયગાળા દરમ્યાન મામલતદારની પરવાનગી મેળવ્યા વિના લગ્ન આયોજિત કરી ધાનપુર તાલુકાના કાળિયાવાડ ગામે ૨૦૦ થી વધુ મહેમાનો તથા ભોરવા ગામે ૨૦૦ જેટલા માણસો બોલાવનાર નિમંત્રકો દ્વારા ડી.જે બોલાવી ડી.જે. પર વગાડી નાચગાન કરતાં હતાં. લગ્ન પ્રસંગમાં સરેઆમ સોશીયલ ડિસ્ટન્સનો ભંગ, માસ્ક વગર લોકો જાેવાતાં ધાનપુર પોલીસે સપાટો બોલાવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ ભંગ કરનાર તથા રાત્રી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા મળી આવેલ હોઈ તેમના વિરૂધ્ધ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ઈપીકો કલમ ૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧(૧)બી મુજબ નિમંત્રક તથા ડી.જે સંચાલક વિરૂધ્ધ ધાનપુર પોલીસ ટિમ દ્વારા કુલ ૦૨ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

——————–

Share This Article