દેવગઢ બારિયા તાલુકાના હિંદોલિયામાં પ્રેમી પંખીડા ઝાડ પર ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવતા ચકચાર..!!

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

દેવગઢ બારિયા તાલુકાના હિંદોલિયામાં પ્રેમી પંખીડા ઝાડ પર ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવતા ચકચાર..!!

 પોલીસે બંને પ્રેમી પંખીડાની લાશનો કબજો લઇપીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી..

દાહોદ તા.02

દેવગઢ બારીયા તાલુકાના હિંદોલિયા ગામના પ્રેમી પંખીડાએ ફાની દુનિયાને અલવિદા કહી ઝાડ ઉપર લટકી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી જોકે સમગ્ર મામલે પીપલોદ પોલીસે બન્ને પ્રેમી પંખીડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. પ્રેમી પંખીડાની મોતના પગલે બન્ને પરિવારોમાં માતમ છવાઈ જવા પામ્યો છે.

વધુ મળતી માહિતી પ્રમાણે દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામના હિંદોલિયા મોટા ફળિયાના રહેવાસી 18 વર્ષીય ગણપત ભાઈ પર્વત ભાઈ પટેલની તેમનાજ ગામની 18 વર્ષીય યુવતી પીનલ બેન અલ્વિન્દ ભાઈ હરિજન જોડે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બધાયો હતો ત્યારે કદાચ બન્ને પ્રેમના સંબંધને સમાજ કે પોતાના પરીવાર જનો સ્વીકાર ના કરે અથવા અસ્વીકાર કરશે તેવું વિચારી અગમય કારણો સર બન્ને પ્રેમી પંખીડાઓએ સાથે જીવવાના તેમજ સાથે મારવાના એકબીજાને કોલ આપી બેસેલા બન્ને પ્રેમી પંખીડાઓએ આ ફાની દુનિયાને અલવિદા કરવાનું મનોમન નક્કી કરી લીધા બાદ બન્ને પ્રેમી પંખીડાએ ગત રોજ પોતાના ઘરની નજીક આવેલા કોતરમાં આવેલા સાગના ઝાડ પર શર્ટ તેમજ દુપટ્ટા વડે બન્ને પ્રેમી પંખીડાઓએ ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી સમગ્ર ઘટનાની જાણ વહેલી સવારે યુવક યુવતીના પરીવાર જણો તેમજ ગ્રામજનોને થતા તેઓએ ઉપરોક્ત બનાવ સંધર્ભે પીપલોદ પોલીસ મથકને જાણ કરી હતી અને પીપલોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્ને ની લાશના પંચનામા કરી પીએમ માટે નજીકના હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article