
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના વલુંડા ગામના ૫૦ વર્ષીય આધેડની શંકાસ્પદ હાલતમાં પીપલારા નદી પુલ નીચેથી લાશ મળી આવી.
સાંજના સમયે ફરવા નીકળેલા આઘેડ મોડી રાત્રી સુધી ઘરે નહીં આવતા શોધખોળ દરમિયાન સવારના પાટવેલ જતા રસ્તા ઉપર પીપલારા નદીના પુલ નીચેથી લાશ મળી આવતા હાહાકાર
મૃતક આધેડ વલુંડા ગામના રમણભાઈ બરજોડ હોવાની ઓળખ છતી થઇ.
સુખસર,તા.02
ફતેપુરા તાલુકામાં કુવાઓ માંથી તેમજ બિનવારસી હાલતમાં લાશો મળી આવવાના બનાવોનો સિલસિલો વર્ષોથી યથાવત છે.જેમાં વધુ એક બનાવ ગત રોજ રાત્રીના વલુંડા ગામના 50 વર્ષિય આધેડ સાંજના સમયે ફરવા નીકળ્યા બાદ મોડી રાત્રી સુધી પરત ઘરે નહીં ફરતા તેમની શોધખોળ દરમિયાન આજરોજ સવારના મૃતક આધેડની લાશ ફતેપુરાથી પાટવેલ જતા રસ્તા ઉપર પીપરાલા નદીના પુલ નીચેથી શંકાસ્પદ હાલતમાં મળી આવતાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના વલુંડા ગામે રહેતા રમણભાઇ નાથાભાઈ બરજોડ ઉંમર વર્ષ 50 ગત રોજ રાત્રીના ફતેપુરા બસટેશન બાજુ ફરવા જવાનું જણાવી ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ રમણભાઈ મોડી રાત્રી સુધી પરત ઘરે નહીં કરતા ઘરના સભ્યો ચિંતામાં મુકાયા હતા.અને તેમની શોધખોળ કરવા છતાં રાત્રિના સમયે કોઇ પત્તો લાગ્યો ન હતો.ત્યાર બાદ આજરોજ સવારના ફતેપુરાથી પાટવેલ જતા રસ્તા ઉપર પીપલારા નદીના પુલ નીચે કોઈ પુરુષની લાશ પડી હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં આસપાસમાંથી લોકો જોવા ઉમટી પડ્યા હતા.જેમાં મૃતક આઘેડ વલુંડા ગામના રમણભાઈ નાથાભાઈ બરજોડ હોવાનું જણાઈ આવ્યું હતું. ઘરના મોભીનું અકાળે મોત નિપજયુ હોવાનું ઘરના સભ્યોને જાણ થતા પરિવાર સહિત ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જોકે મૃતક આધેડની લાશ શંકાસ્પદ હાલતમાં ઉંધી પડેલી જોવા મળી હતી. ફરવા નીકળેલ આધેડ પીપલારા નદીના પુલની છે કેમ ગયા કે તેમની સાથે કોઇ અજુગતો બનાવ બન્યો છે?સાંજના સમયે ફરવા નીકળેલ આધેડનું આકસ્મિક મોત છે કે તેની હત્યા કરવામાં આવી છે?જો હત્યા કરવામાં આવી હોય તો કયા કારણોસર અને તેમાં સંડોવાયેલ કોણ?તે પોલીસ તપાસનો વિષય છે.
પીપલારા નદીના પુલન નીચે પુરુષની લાશ હોવાની જાણ ફતેપુરા પોલીસને થતા પોલીસે સ્થળ ઉપર જઈ પંચકેસ બાદ લાશનો કબજો મેળવી લાશના પી.એમ માટે ફતેપુરા સરકારી દવાખાનામાં મોકલી આપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.