
સૌરભ ગેલોત :- લીમડી
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં અજાણ્યા વાહનની અડફેટે 30 વર્ષીય યુવકનું મોત:પરિવારમાં માતમ છવાયો..
દાહોદ તા.29
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં અજાણ્યાં વાહનની અડફેટે પગપાળા જઈ રહેલા 30 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે
ગત તારીખ 27/01/2022 ના રોજ ઝાલોદ તાલુકાના કચુંબર નિશાળ ફળિયાના રહેવાસી અરવિંદ મંગળાભાઈ પરમાર કોઈ કામ અર્થે લીમડી નગરમાં પગપાળા આવ્યા હતા તે સમયે પાછળથી અજાણ્યાં વાહને અરવિંદ ભાઈને ટક્કર મારતા તેઓને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું.
આ બનાવ સંબંધે લીમડી પોલીસે અજાણ્યાં વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.