
રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડાના પાલ્લી ગામે નેશનલ હાઇવે પર આઇસરે ટ્રેક્ટર તેમજ રાહદારીઓને અડફેટે લેતા એકનું મોત….
દાહોદ તા.૨૭
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામેથી પસાર થતાં બાયપાસ રોડ બ્રિજ ઉપરથી એક આઈસર ગાડીના ચાલકે ત્રણ જેટલા રાહદારીઓને અને એક ટ્રેક્ટરને અડફેટમાં લેતાં ત્રણ રાહદારીઓ પૈકી એકનુંમ ોત નીપજ્યું હતું જ્યારે ટ્રેક્ટરને નુકસાન પહોંચાડી આઈસર ગાડીનો ચાલક પોતાના કબજાની આઈસર ગાડી સ્થળ પર મુકી નાસી ગયાંનું જાણવા મળે છે.
ગત તા.૨૬મી મેના રોજ કનેશવરભાઈ રાજુભાઈ બારીયા, હર્ષદકુમાર દીલીપભાઈ ચૌહાણ અને સંજયભાઈ ચંન્દ્રસિંહ માલવીયા આ ત્રમેય વ્યક્તિઓ લીમખેડાના પાલ્લી ગામેથી પસાર થતાં બાયપાસ રોડ બ્રિજ ઉપરથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક આઈસર ગાડીના ચાલકે પોતાના કબજાની આઈસર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઉપરોક્ત ત્રણેય રાહદારીઓને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હતી જેમાં કનેશવરભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. રાહદારીઓને અડફેટમાં લીધાં બાદ આ આઈસર ગાડીના ચાલકે નજીકથી પસાર થથાં એક ટ્રેક્ટરને પણ અડફેટમાં લીધું હતું જેમાં ટ્રેક્ટરને નુકસાન પણ થયું હતું.
આ સંબંધે નરેશકુમાર ભોપતભાઈ ચૌહાણે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————