Saturday, 21/06/2025
Dark Mode

દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડ:મંત્રીપુત્ર તેમજ તત્કાલીન TDO જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા…  મંત્રીપુત્ર તેમજ ટીડીઓના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યો હતો.

May 23, 2025
        1411
દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડ:મંત્રીપુત્ર તેમજ તત્કાલીન TDO જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા…   મંત્રીપુત્ર તેમજ ટીડીઓના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યો હતો.

#DahodLive#

દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડ:મંત્રીપુત્ર તેમજ તત્કાલીન TDO જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા…

 મંત્રીપુત્ર તેમજ ટીડીઓના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યો હતો.

દાહોદ તા. 17

દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડ:મંત્રીપુત્ર તેમજ તત્કાલીન TDO જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા...  મંત્રીપુત્ર તેમજ ટીડીઓના છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કર્યો હતો.

દાહોદમાં બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં પોલીસે પંચાયત અને કૃષિ મંત્રી પુત્ર સહિત બે લોકોની gat17 મેના રોજ ધરપકડ કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.પોલીસે મંત્રી પુત્ર તેમજ તત્કાલીન TDO ની અટકાયત કરી પુરાવા સહિત મેરેથોન પૂછપરછ હાથ ધરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે રિમાન્ડ દરમિયાન મનરેગા કૌભાંડમાં ખૂટતી કડીઓ જોડવા માટે પૂછપરછ હાથ ધરી હતી.જોકે આજરોજ બંનેના રિમાન્ડ પૂર્ણ થતા મંત્રી પુત્ર બળવંત ખાબડ તેમજ ટીડીઓ દર્શિત પટેલ ને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરતા ડોકી સબજેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

 

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તેમજ ધાનપુરના ત્રણ ગામોમાં મનરેગા અંતર્ગત 71 કરોડના કામોમાં ગેરેરીતિ આચરાઈ હોવાનું સામે આવ્યું હતું.જેમાં 35 એજન્સીઓ સામે નામજોગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.જેમા આ કેસમાં ઇન્વેસ્ટિગેશન કરનાર ટીમે અગાઉ પકડાયેલા પાંચ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ વિવિધ બિંદુઓ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. અને અંતે ઉપરોક્ત ત્રણેય ગામોમાં કાગળ ઉપર જે કામ બતાવવામાં આવ્યા હતા.તે કાકોમાં એજન્સીની ભૂમિકા, ટેકનિકલ તેમજ ડિજિટલ પુરાવા એકત્રિત કર્યા હતા.અને સ્થળ પર અધૂરા કામો તેમજ L1 સિવાયની એજન્સીઓને એકબીજા સાથે મેળાપીપળા કરી સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું સ્પષ્ટ થતા અંતે પંચાયત તેમજ કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર તેમજ શ્રી રાજ કન્સ્ટ્રકશન કુ.પીપરોના માલિક બળવંત ખાબડ તેમજ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.અને છ દિવસના રિમાન્ડ મેળવી રિમાન્ડ દરમિયાન આ કથીત કૌભાંડમાં તેમની ભૂમિકા તેમજ અન્ય કેટલા લોકોની તેમના જોડે સંડોવણી છે. તે અંગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજે બળવંત ખાબડ તેમજ ટીડીઓ દર્શિત પટેલના રિમાન્ડ પુરા થતા પોલીસ જાપ્તા માં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.જ્યાં કોર્ટે બન્નેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતા ડોકી સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!