
રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ આઈ. સી. ડી. એસ. કચેરી દ્વારા દાહોદ ઘટક ૧ ના તમામ આંગણવાડી બહેનોની પોષણ સંગમ તાલીમ યોજાઈ*
દાહોદ તા. ૧૫
આઈ. સી. ડી. એસ. કચેરી દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ તથા જાગૃતિ સંદર્ભે દાહોદ મામલતદાર કચેરીના સભાખંડમાં દાહોદ ઘટક ૧ ના તમામ આંગણવાડી બહેનોની પોષણ સંગમ તાલીમ યોજાઈ હતી.
સીડીપીઓશ્રી, મુખ્યસેવીકા બહેનો, NNM, BNM, ડિસમું સ્ટાફ દ્વારા કાર્યકરને પોષણ સંગમ કાર્યક્રમની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ટેસ્ટના જવાબ સાથે રિફ્રેશર તાલીમ આપવામાં આવી હતી.
પોષણ સંગમ અંતર્ગતના આઈઇસી મટીરીયલ અને કાર્ડ વિશે આંગણવાડી કાર્યકર બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પોષણ સંગમ અંતર્ગત નોંધાયેલા wasted સેમ મેમ બાળકોના કાર્ડની માહિતી આપવામાં આવી હતી.
બાળકોની આરોગ્ય તપાસણી થાય અને તે અંગેની નોંધણીની કામગીરી આંગણવાડી કેન્દ્ર કક્ષાએ કરવામાં માટે દરેક આંગણવાડી કાર્યકર બહેનોને સમજ આપવામાં આવી હતી.
૦૦