
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના બલૈયા ક્રોસિંગથી ફતેપુરા જતા માર્ગ ઉપર એરટેલ કંપની દ્વારા માટીના ઢગ કરાતા અકસ્માતનો ભય*
*બલૈયા ક્રોસિંગ થી ફતેપુરા જતા માર્ગ ઉપર એરટેલ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ લાઈન નાખવા આડેધડ ખોદકામ કરી માટીના ઢગલા રોડ ઉપર કરવામાં આવે છે*
સુખસર,તા,31
બલૈયા ક્રોસિંગથી ફતેપુરા જતા માર્ગ ઉપર એરટેલ કંપનીની અંડર ગ્રાઉન્ડ કેબલ લાઈનનુ છેલ્લા ધણા સમયથી કામ ચાલી રહ્યુ છે.તેમાં રોડ ની સાઈડમાં ઊંડે સુધી ખાડા ખોદવામાં આવ્યા છે.તે ખાડાનુ ખોદકામ કરી જે માટી નીકળતી હોય છે તે માટી રોડની વચ્ચે મોટા મોટા ઢગલા કરી દીધેલ જોવા મળી રહ્યા છે. કામ દરમ્યાન સૂચન બોર્ડ,કે બેરીકેટ લગાવવામાં આવ્યા નથી.જેના કારણે અકસ્માત થવાની પુરેપુરી સંભાવના સેવાઈ રહી છે.ત્યાં કોઈ અધિકારી કે કોન્ટ્રાકટર જોવા મળતા નથી.માત્ર મજૂરો કામ કરતા નજરે પડી રહ્યા છે.
બલૈયા ક્રોસિંગથી ફતેપુરા રોડ દિવસે સેકડો સંખ્યામાં વાહનોની અવર-જવર થતી હોય છે.અને એક બાજુ રોડની સાઈડને અડીને ઊંડા ખાડાનુ ખોદકામ કરી દેવામાં આવ્યું છે.જેના કારણે રાત્રી દરમ્યાન પસાર થતા ટુ વહીલર , ફોર વ્હીલર,સરકારી બસો,પ્રાઇવેટ ભારે વાહન ચાલકોને સાઈડ લેતી વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.હજારો મુસાફરો અને સેંકડો વાહન ચાલકો પોતાના જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યુ છે. રસ્તાની સાઈડમાં જે ખોદકામ કરવામાં આવ્યું છે તેમાંથી નીકળતી માટી રસ્તા ઉપર માટીના કરાતા ઢગલાના કારણે અકસ્માત થશે અને વાહન ચાલક નો જીવ જોખમાય તો તેના માટે જવાબદાર કોણ?તે એક મોટો સવાલ છે.હાલ એરટેલ કંપનીનુ અંડર ગ્રાઉન્ડ કેબલનુ કામ ચાલી રહ્યું છે તે કંપની રોડની સાઈડમાં ખોદકામ કરવા માટે કોની પરવાનગી લીધેલ છે? તે બાબતે જેતે અધિકારી દ્વારા પૂછ પરછ કરવામાં આવે અને જો પરવાનગી વગર કામ ચાલુ કરવામાં આવ્યું હોય તો કંપની સામે યોગ્ય પગલાં ભરવામાં આવે અને કામ દરમ્યાન સાવચેતી બોર્ડ લગાવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામેલ છે.