
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના સુખસરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કતલખાને જતા દશ અબોલ પશુને બચાવ્યા*
*સુખસર પોલીસે 10 નાના પાડા સહિત રૂપિયા 16 લાખ 30 હજાર નો મુદ્દા માલ કબજે કર્યો*
સુખસર,તા.13
સંતરામપુર તાલુકાના મોટા શરણૈયા થી સુખસર ખાતે પશુઓને કતલખાને પહોંચાડવામાં આવી રહ્યા હોવાની સુખસર,ફતેપુરા,આફવા તથા બલૈયાના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ચોક્કસ બાતમી મળતા વીએચપીના કાર્યકર્તાઓએ બલૈયા ક્રોસિંગ ખાતે વોચમાં રહી રાત્રિના સમયે પીક અપ ડાલામાં કૃરતા પૂર્વક બાંધેલા નવ પાડા તથા એક પાડી ઝડપી લઇ પોલીસને જાણ કરતા પોલીસે 16,30,000 નો મુદ્દા માલ કબજે કરી બે આરોપીઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ બુધવારના રોજ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તરીકે કામ કરતા સભ્યોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સુખસર ગામમાં રહેતો વસીમ યુનુસ ભાઈ મોઢિયા પીકપ ગાડી નંબર જીજે.20-એક્સ.7121 માં કતલખાને લઈ જવા માટે મોટા શરણૈયા ગામથી પાડા ભરી કતલખાને લઈ જવાનો હોવાની જાણ પડતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પ્રાઇવેટ વાહનોમાં બલૈયા ક્રોસિંગ ખાતે વોચમાં ઊભા રહ્યા હતા.અને રાત્રિના પોણા બે વાગ્યાના સુમારે બલૈયા તરફથી એક કાળા રંગની થાર ગાડી નંબર જીજે.06.પીએમ-6100 તથા તેની પાછળ પીકઅપ ડાલા નંબર જીજે.20.એક્સ-7121 ની આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ઉભી રાખેલ નહીં.જેથી વીએચપીના કાર્યકર્તાઓએ આ ગાડીનો પીછો કરતા સુખસરમાં સંતરામપુર રોડ ઉપર આવેલ નીલકમલ શો મીલના ખાંચામાં પ્રથમ પાડા ભરેલ પીક અપ ગાડી તથા તેની પાછળ આવતી થાર ગાડી મૂકી બંને ચાલકો નાસી છૂટ્યા હતા.જેથી વીએચપી ના કાર્યકર્તાઓએ સુખસર પોલીસને ફોન કરતા પોલીસ સ્થળ ઉપર આવી ગયેલ.અને પીક અપ ગાડીમાં ચેક કરતા નાના પાડા નંગ નવ તથા પાડી નંગ એક ઘાસચારો કે પાણીની સગવડ નહીં રાખી કુરતા પૂર્વક ખીચોખીચ બાંધેલ હોય ઉપરોક્ત પીકઅપ ડાલુ તથા પાઇલોટિંગ કરતી થાર ગાડી તપાસ અર્થે કબજે લેવામાં આવેલ છે.
કતલખાને વહન કરવામાં આવતા દશ અબોલ જીવોને બચાવી લેતા વીએચપી સુખસર ખાતેના પંકજભાઈ અગ્રવાલ,મુકેશભાઈ પીઠાયા,ઇન્દ્રવદન પંચાલ,બંટી રાઠોડ, ધર્મેશ પંચાલ,હેતભાઈ પંચાલ, જીગ્નેશભાઈ કલાલ,રાકેશભાઈ પંચાલ,રિતેશ પંચાલ,દિશાંત પંચાલ, તરુણભાઈ માલવી,સાગર પંચાલ તથા બલૈયાના મયુર પંચાલ,મેહુલ દરજી, લાલાભાઇ પંચાલ,પ્રવીણભાઈ લબાના,યોગેશ પંચાલ નાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.ઝડપાયેલા નવ પાડા તથા એક પાડીની કિંમત રૂપિયા ત્રીસ હજાર, પીક અપ ડાલાની કિંમત રૂપિયા ચાર લાખ જ્યારે થાર ગાડીની કિંમત રૂપિયા બાર લાખ મળી કુલ રૂપિયા 16,30,000 નો મુદ્દા માલ સુખસર પોલીસે કબજે કરેલ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા મીતભાઈ સંજયભાઈ પંચાલ રહે.સુખસરના ઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પીક અપ ગાડીના ચાલક વસિમભાઈ યુનુસભાઈ મોઢીયા તથા થાર ગાડીના ચાલક વિરુદ્ધમાં ધી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-1960 ની કલમ 11
(1) (ડી) (ઇ) (એફ) (એચ) તથા જીપી એક્ટ કલમ-119 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.