
રાહુલ ગાડી :- ગરબાડા
ગરબાડાના રામદેવ મંદિરમાં ધોળા દિવસે ચોરી, દાનપેટીમાંથી પૈસા ચોરાયા…
ગરબાડા તા. 10
ગરબાડાના ખરોડ નજીક આવેલા એક મંદિરને અજાણ્યા તસ્કરોએ ધોળા દિવસે નિશાન બનાવી મંદિરમાં મુકેલ દાન પેઢીના તાળા તોડી દાનપેટીમાંથી પડી થી 3000 રૂપિયાની રોકડ રકમ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થયા હતા. આ મામલે ગરબાડા પોલીસને જાણ કરતા ગરબાડા પોલીસ પર ઘટના સ્થળે આવી હતી. અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડાના ખરોડ નદીના નજીક આવેલા રામદેવ મંદિરને અજાણ્યા તસ્કરોએ ધોળા દિવસે નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ રામદેવજી તેમજ હિંગળાજ માતાના મંદિરના દરવાજાના નકુચા તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અને દાન પેટીના તાળા તોડી અઢીથી 3000 રૂપિયાની રોકડ રકમ પર તસ્કરો હાથ ફેરો કરીને ભાગી છુટ્યા હતા. જોકે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.