
કમલ હાઇસ્કુલ પીપલોદમાં નવનિયુક્ત આચાર્યનો સ્વાગત સન્માન સમારંભ યોજાયો..
પીપલોદ તા. ૧૯
શ્રી પીપલોદ કેળવણી મંડળ પીપલોદ સંચાલિત ક.મ.લ હાઇસ્કુલ પીપલોદ દાહોદ જિલ્લાની એક નામાંકિત શાળા છે જેમાં આજરોજ તારીખ 18/ 02/ 2025 ના રોજ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામા ના અધ્યક્ષપણા હેઠળ શાળામાં નવ નિયુક્ત પામેલ આચાર્ય. મિતુલ કુમાર ભાટીયા નો સ્વાગત સન્માન સમારંભ યોજાઈ ગયો. આ પ્રસંગે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામા જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રી ભોકણ સાહેબ તેમની સાથે આવેલા મોડેલ સ્કૂલના આચાર્યશ્રી હર્ષદભાઈ બારીયા સાહેબ તેમજ આજુબાજુ ની ક્યુડીસી ની શાળાઓના આચાર્યશ્રીઓ, શ્રી પીપલોદ કેળવણી મંડળ પીપલોદના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, સહમંત્રીશ્રી તથા કેળવણી મંડળના સભ્યશ્રીઓ, નવનિયુક્ત પામેલ આચાર્યશ્રી મિતુલકુમાર ભાટીયાશ્રી ના પરિવારજનો, શાળાના તમામ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સાહેબે તથા કેળવણી મંડળના તમામ હોદ્દેદારોએ અને આજુબાજુ ની શાળાઓના આચાર્યોએ નવા આચાર્યને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.