
રેત માફીયાઓ બેફામ: સિંગવડ પોલીસની હાજરીમાં ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો બિન્દાસપણે નીકળી જતા આશ્ચર્ય..
સીંગવડ તા.20
સિંગવડ બજારમાં અવારનવાર ચોરીઓના બનાવો બનતા હોવાના લીધે રણધીપુર પોલીસ દ્વારા રાતના સમયે આવતા જતા વાહનો જેવા મોટરસાયકલ સવાર ફોરવીલર ગાડીઓ રેતીના ડમ્પરો વગેરેને ચેકિંગ હાથ ધરાવમાં આવતા હોય છે. જ્યારે ગઈ રાત્રિના સમયે રણધીપુર પોલીસ દ્વારા રાત્રીના સમયે ચેકિંગ કરતા તેવા સમયે રેતીના એક ડમ્પર પકડીને તેના કાગળ ચેક કરવામાં આવ્યા હતા. જ્યારે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં પાંચથી સાત જેટલા રેતીના ડમ્પરને ઊભા રખાવીને તેના કાગળોની તપાસ કરવામાં આવ્યા હતા.જ્યારે રેતીના ડમ્પર ઓવરલોડિંગમાં હોવા છતાં સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા આ રેતીના ડમ્પરોને તપાસ કરીને રવાના કરી દેવામાં આવ્યા હતા.જ્યારે આ રેતીના ડમ્પરો માટે સરકારી તંત્રના અધિકારીઓ પણ આખ આડા કાન કરતા હોય તેમ લાગી રહ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે જ્યારે ઘણી વખત તો આ રેતીના ડમ્પરો રોયલ્ટી પાસ અને ઓવરલોડિંગ પણ નીકળતા હોવા છતાં સરકારી તંત્રના અધિકારી દ્વારા તટસ્થ તપાસ કરવામાં નથી આવતી જેના લીધે રેતીના ડમ્પર એવાને એવા નીકળી જતા હોય છે જ્યારે રેતી માટે સિંગવડ મામલતદાર તથા ખાન ખનીજ વિભાગ દ્વારા કોઈ જાતની તપાસ કરવામાં નહી આવતા જેના લીધે રેતીના માફિયા આ રસ્તા પરથી વધારે પડતું અવરજવર થતી હોય છે જ્યારે આ રેતીના વાહનોના લીધે આ ડામર રસ્તાઓ પણ તૂટીને ખાડા પડી જતા હોય છે જ્યારે રેતીના ડમ્પરો ની તપાસ કરવામાં આવે પરંતુ તેના સામે સરકારી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે પણ કાયદેસરની કાર્યવાહી કોઈ પણ કરવામાં આવતી નથી તેમ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.