
#DAHODLIVE#
અગાઉ પણ વિવાદમાં સપડાયેલી શૈક્ષણિક સંસ્થાએ રિપબ્લિક ડે પર બાળકોને રાષ્ટ્રધ્વજની સલામીથી વંચિત રાખ્યા
દાહોદમાં નેશનલ હોલીડે હોવા છતાંય દાહોદની એક શૈક્ષણિક સંસ્થાએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા વાલીઓમાં આક્રોશ…
અનેક સ્કૂલો સાથે એફિલિયેશન ધરાવતી શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓ જોડે દૂર વ્યવહાર બાબતે અગાઉ પણ વિવાદ થયો હતો.
દાહોદ તા.26
આઝાદીના અમૃતકાળમાં આજે સમગ્ર દેશભરમાં આજે દેશભક્તિના માહોલમાં ગણતંત્ર દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.અને દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશભરની તમામ કચેરીઓ જાહેર સ્થળો, સરકારી અર્ધસરકારી,સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા નેશનલ હોલીડેના દિવસે જાહેર રજા રાખી રાષ્ટ્રધ્વજને સલામી આપી રંગારંગ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો ઉપર દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.
પરંતુ દાહોદની એક શૈક્ષણિક સંસ્થાએ નેશનલ હોલીડેના દિવસે તેમની કોચિંગમાં ભણવા આવતા વિદ્યાર્થીઓને દેશભક્તિના ગીતો તેમજ રાષ્ટ્રધ્વજ ને સલામી આપવાની જગ્યાએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી પોતાની સંસ્થાનો આર્થિક ગ્રોથ વધારવાનું જરૂરી અને મહત્વપૂર્ણ લાગ્યું હતું. એટલું જ નહીં દાહોદ શહેરમાં અનેક સ્કૂલો સાથે એફિલિયેશન ધરાવતી અને શિક્ષણ કાર્ય કરતી ગોધરા રોડ સ્થિત ટ્યુશન સંચાલકે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય તહેવારમાં સન્માનિત તથા રોકતા વાલીઓમાં ભારે આક્રોશ ફેલાવા પામ્યો છે આ સંસ્થાએ સવારથી પોતાનું શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા અનેક બાળકો ધ્વજવંદન થી વંચિત રહેવા પામ્યા હતા.
આમ પણ આ સંસ્થા ભૂતકાળમાં અનેક વિવાદોમાં સપડાયેલી રહેવા પામી છે.ત્યારે આજરોજ નેશનલ હોલીડે હોવા છતાં શા માટે શૈક્ષણિક કાર્ય ચાલુ રખાયું તે તપાસનો વિષય છે અને તેની સામે કાયદેસર પગલાં લેવામાં આવે તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે.દાહોદ શહેરના ગોધરા રોડ પર એજયુનોવા કરીને શિક્ષણ કાર્ય કરતી સંસ્થા કે જે આજની તારીખે પણ દાહોદની અનેક સ્કૂલો સાથે એફિલિયેશન ધરાવે છે અને સ્કૂલોના વિદ્યાર્થીઓનું હાજરી સ્કૂલોમાં ભરાય છે.
પણ શિક્ષણ કાર્ય કરવા ક્લાસીસમાં જાય છે.ત્યારે આવા ક્લાસીસ છે આજે પોતાનું શિક્ષણ કાર્ય ચાલુ રાખી વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજ ની સલામી આપવાથી વંચિત રાખતા શહેરભરમાં ભારે આક્રોશ ફેલાવવા પામ્યો છે. આ મામલે દાહોદ લાઈવની ટીમ દ્વારા ઉપરોક્ત કોચિંગ ક્લાસીસની મુલાકાત લઇ સંચાલકોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આજે ટેસ્ટ ચાલી રહ્યા છે.ઘણા બધા વાલીઓ આજે પણ બાળકોને ભણવા માટે મોકલ્યા એટલે હવે ભણાવી રહ્યા છે.તેમ જણાવ્યું હતું. જોકે આ મામલે દાહોદ લાઈવ ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ જોડે વાતચીત કરવા અથવા તેમના દ્વારા નેશનલ હોલીડે પર રજા કેમ ન રાખવામાં આવી અથવા બાળકોને રાષ્ટ્રધ્વજને સલામી આપવાથી કેમ રોક્યા તે મામલે ઓન કેમેરા પૂછવાનું પ્રયાસ કરતા તેઓએ આ મામલે બોલવાનું ટાળ્યું હતું.અને તમે કહેતા હો તો અમે હમણાં જ રજા પાડી દઈએ તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખની છે કે દાહોદની તમામ સરકારી, અર્થ સરકારી, તેમજ ખાનગી સ્કૂલોમાં આજે નેશનલ હોલીડેના દિવસે જાહેર રજાની સાથે ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજને સલામી સહિતના અનેક રંગારંગ કાર્યક્રમ ઉજવવામાં આવ્યા હતા. ત્યારે દાહોદની શાળાઓ સાથે એફિલિયેશન મારફતે કોચિંગ ક્લાસ ચલાવતી સંસ્થા દ્વારા શેક્ષણિક કાર્ય ચાલુ રાખતા એક તરફ વાલીઓ અને જાગૃત નાગરિકોમાં આક્રોશ છે ત્યારે બીજી તરફ આવી સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.