સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા ખેરગામ તાલુકાના ખેલ મહાકુંભમા ઝળકેલા 4 બાળકોનું સન્માન કરાયું.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ દ્વારા ખેરગામ તાલુકાના ખેલ મહાકુંભમા ઝળકેલા 4 બાળકોનું સન્માન કરાયું.

નવસારી ખેરગામ તા. ૨૧

હાલમાં જ યોજાયેલા ખેલ મહાકુંભમા અનેક છુપાયેલી પ્રતિભાઓ ઝળકી ઉઠી છે.તેમાં ખેરગામ તાલુકાની બહેજ પ્રાથમિક શાળામાંથી તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નિધિ નિલેશભાઈ,દર્પણ હરીશભાઈ,પ્રિતેશ જીજ્ઞેશભાઈ,ત્રિશા રાજેશ 4 વિદ્યાર્થીઓનું ખેરગામની ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમા વાલીઓની હાજરીમાં પરંપરાગત આદિવાસી ફેંટા પહેરાવી અને ટ્રોફી,સર્ટિફિકેટ,ચોકલેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલ પરિવાર દ્વારા એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી હતી.

Share This Article