
રાજેશ વસાવે :- દાહોદ
પંજાબ થી ગુજરાતની ટ્રકમાં રાજસ્થાનના ચાલક વડે મધ્યપ્રદેશના રસ્તે વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ..
ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર નજીક આઇસર ટ્રકમાં જનરેટર જેવી મશીનમાં સંતાડી લઇ જવાતો 35 લાખ ઉપરાંત નો વિદેશી દારૂ ઝડપાયો:ચાલકની અટકાયત
કોમ્યુનિકેશન થકી દારૂ ભરેલી ગાડીને ફ્રુટ અને લોકેશન પ્રાપ્ત થતી હોવાનો ખુલાસો.
દાહોદ તા.18
દાહોદ નજીક થી પસાર થતાં ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર એલસીબી પોલીસે વોચ દરમિયાન જનરેટર જેવી મશીન લઇ જતાં આઇસર ટ્રક ઉપર શંકા જતા પોલીસે ટ્રકને રોકી બીલટી વગેરે ચેક કર્યો હતો.ત્યારબાદ મશીનના એક્સપર્ટ ને બોલાવી તપાસ હાથ ધરતા જનરેટર જેવી મશીનમાં સંતાડીને લઈ જવાતા 35 લાખ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે ગાડીના ચાલકની અટકાયત કરી 35 લાખ ઉપરાંતનો દારૂ તેમજ મોબાઈલ ફોન, આઇસર ટ્રક વિગેરે મળી અડધા કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસ તપાસ દરમિયાન વિદેશી દારૂની હેરફેર માટે અલગ પ્રકારની MO પણ સામે આવી છે. જે આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બે રાજ્યોની સરહદે આવેલા દાહોદ જિલ્લામાંથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રસ્તે માદક પદાર્થો તેમજ વિદેશી દારૂની હેરફેર કરવા માટે બુટલેગર તેમજ અસામાજિક તત્વો અવનવા કીમિયા અજમાવે છે અને સરહદી વિસ્તારોમાંથી નેશનલ હાઇવેના રસ્તે વિદેશી દારૂનું હેરફેર કરે છે.જોકે દાહોદ પોલીસ પણ અવારનવાર બાતલીદારોના સ્ટ્રોંગ નેટવર્ક થકી લાખ રૂપિયા નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડે છે. તેવી જ દાહોદ એલસીબી પોલીસે સતવારા નજીક નેશનલ હાઈવે પર વોચ દરમિયાન Gj-08-AW-0305 નંબરની આઇસર ગાડી જેમાં જનરેટર જેવું મશીન ફીટ કરેલું જોવા મળતા પોલીસને શંકા જતા ઉપરોક્ત ગાડીને રોકાવી હતી. અને બીલટી વગેરે ચેક કરતાં વધુ પ્રબળ બની હતી. જે બાદ પોલીસે એક્સપર્ટ ને બોલાવી જનરેટર જેવી મશીન ને ખોલતા વિદેશી દારૂ નો જથ્થો જોઈ પોલીસ ચોકી ઉઠી હતી. ત્યારબાદ પોલીસે ઉપરોક્ત ગાડી સાથે પકડાયેલા રાજસ્થાનના જાલોર જિલ્લાના પ્રતાપ ભીખાભાઈ જાખડને પકડી એલસીબી ખાતે લાવ્યા હતા અને ગેસ કટરના મદદથી મશીનને ખોલી તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 586 પેટીઓમાં 10254 બોટલો મળી 35 લાખ ઉપરાંત નો વિદેશી દારૂ, 15 લાખ કિંમતનો આઇસર ટેમ્પો એક મોબાઈલ ફોન મળી 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
*કોમ્યુનિકેશન મારફતે વિદેશી દારૂનું પરિવહન કરવામાં આવતું હતું.*
પોલીસની પ્રારંભિક તપાસમાં વિદેશી દારૂ લાવનાર ચાલક રાજસ્થાનના જાલોર નો હતો, જ્યારે જે ટ્રકમાં દારૂ લાવવામાં આવી રહ્યો હતો. તે ટ્રક બનાસકાંઠાના ડીસાનો હોવાનું સામે આવ્યું છે. તેમજ વિદેશી દારૂનો જથ્થો પંજાબ ખાતેથી ભરી ગુજરાતના કોઈ શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. અને રૂટ મધ્યપ્રદેશનો પસંદ કર્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં વિદેશી દારૂ કયા શહેરમાં લઈ જવું હતું. જેની ચોક્કસ સ્થળ ચાલક પાસે પણ નહોતી. ઉપરોક્ત બુટલેગર તત્વો ચાલક જોડે whatsapp કોલિંગ મારફતે કોન્ટેક્ટ કરી દર 25 કિલોમીટરે આગળ કયા રસ્તે જવું છે તે અંગેનું લોકેશન આપી રહ્યા હતા.