દેવગઢ બારીયાના પીપલોદમાં ભગવાન શ્રીરામ ના મંદિર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા ને એક વર્ષ થતાં તે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ…
દેવગડબરીયા તા. ૧૨
દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામે ભગવાન શ્રી રામ ભગવાનના અયોધ્યા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા ને એક વર્ષ થતાં તેને લઈને પીપલોદના મુખ્ય બજાર વિસ્તાર માં દસ દિવસથી ચાલતી તડામાર તૈયારી સૌ યુવા કાર્યકર્તાઓ હિન્દુ યુવા વાહીની ના સૌ કાર્યકર્તાઓ સહિત ગામના ધાર્મિક સંગઠનો વેપારી ઓ અને ડોક્ટરો સાથે કાર્યકર્તાઓ મહિલા ભજન મંડળી ના મહિલાઓ બહેનો ગામના અને ગ્રામ્ય વિસ્તારના સહ પરિવાર સાથે આ શોભાયાત્રા ના કાર્યક્રમમાં રામ ભગવાનના મોટા મોટા ધ્વજ સાથે અને ડીજેના તાલે નાચતા ઝુમતા હતા ત્યારે ખૂબ સારો ભગવામય વાતાવરણને સૌ લોકોએ પોતાના મોબાઈલમાં આવો પ્રસંગ વિડિયો અને ફોટોગ્રાફી કરીને આ શોભાયાત્રા ના પ્રસંગને કેદ કર્યા હતા આ શોભાયાત્રા પીપલોદ બસ સ્ટેન્ડ પાસે આવેલું રામેશ્વર મહાદેવ મંદિર થી ગોધરા રોડ દાહોદ રોડ બારીયા રોડ થી પરત રામેશ્વર મહાદેવ મંદિરે પરત ફર્યો હતો આ શોભાયાત્રા દરમિયાન રામભક્તોએ અને ગામના વેપારીઓ દ્વારા અલગ અલગ જગ્યા પર ઠંડા પીણાના પાણીના ના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ સોભાયાત્રામાં સૌ કાર્યકર્તાઓએ દિલથી મહેનત કરી અને સૌ સમાજના લોકોને એક સાથે જોડી સદભાવના નો એક ઉદાહરણ આ શોભાયાત્રામાં ઝળકી ઉઠ્યું હતું આ સોભાયાત્રા ને લોકોએ ખૂબ સારી રીતે ઉજવ્યું હતું જેથી આવતા વર્ષે ફરી આવો જ માહોલ અને આવા જ વાતાવરણ સાથે પાછો શોભાયાત્રા નું આયોજન થઈ શકે
આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો હતો.