રાજેશ વસાવે :- દાહોદ
GRP પોલીસની કાર્યવાહી:દાહોદ રેલવે સ્ટેશન પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરા સાથે ગરબાડાનો યુવક ઝડપાયો..
દાહોદ તા.10
દાહોદ રેલવે સ્ટેશન પર ગુજરાત રેલવે પોલીસે રેલવે સ્ટેશન પર ચેકિંગ દરમિયાન એક વ્યક્તિને પ્રતિબંધિત ચાઈનીઝ દોરા સાથે ઝડપી લીધા બાદ કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ છે..
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારના 11:15 ના અરસામાં જીઆરપી પોલીસ રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી દરમિયાન રતલામ તરફથી આવેલી ગાંધીધામ-કામાખ્યા સુપરફાસ્ટ ટ્રેનમાંથી નરેશ કોઠે રીતે ગવરાભાઈ ગહેલોર રેહ. ગામતળ ફળિયા બોરીયાળા તાલુકા ગરબાડાને રોકી બેગ ની તલાસી લીધા તેની પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવતા ઉપરોક્ત ઇસમની જીઆરપી પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.