મહીસાગર જિલ્લાના સંતરામપુર દ્રષ્ટિ નેત્રાલય દ્વારા ગુરુ ગોવિંદ આઈ કેર સેન્ટર ખાતે તારીખ 25 થી તારીખ 30 સુધી મોતિયા ના મફત તપાસ અને ઓપરેશન કેમ્પનું આયોજન
દાહોદ તા. ૨૨
છેલ્લા કેટલાક વર્ષોથી દાહોદ જિલ્લાના આંખના રોગોથી પીડાતા ગરીબ દર્દીઓની વિના મૂલ્યે દવા સારવાર કરનાર દાહોદ દ્રષ્ટિ નેત્રાલય દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ગુરુ ગોવિંદ આઈ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે.
દ્રષ્ટિ નેત્રાલયના સ્થાપક ડોક્ટર શ્રેયાબેન મેહુલ શાહ દ્વારા સંતરામપુરમાં દિલીપ આર્ટની બાજુમાં ઝાલોદ રોડ પ્રતાપપુરા ખાતે આંખની તપાસ સારવાર અને ઓપરેશન માટે ગુરુ ગોવિંદ આઈ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સારવાર કેન્દ્રને દાણી ફાઉન્ડેશન તથા ડોક્ટર હેડગેવાર સેવા સમિતિ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. દ્રષ્ટિ નેત્રાલય દ્વારા દાહોદમાં દિન-પ્રતિ દિન લોકોની સેવા કરી લોકોનો સાથ અને સહકાર મેળવ્યા બાદ હવે સંતરામપુર ખાતે પણ લોકોની સેવા કરી સાથ અને સહકાર મેળવવા દ્રષ્ટિ નેત્રાલયની બીજી શાખાનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે. આ શાખામાં સંતરામપુર તેમજ તેની આસપાસના ગામોની જાહેર જનતા માટે દ્રષ્ટિ નેત્રાલયની અધ્યતન મોડર્ન ટેકનોલોજીથી સજ્જ કોમ્પ્યુટર આંખના તપાસ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં NABH ના ધારા ધોરણો મુજબ શ્રેષ્ઠ તબીબો દ્વારા અત્યંત મોડર્ન ટેકનોલોજી સાથે સંતરામપુરના જન હિતાર્થે આંખોની દરરોજ તપાસ સારવાર વિનામૂલ્યે કરવામાં આવનાર છે. આ તપાસ કેન્દ્રમાં આંખની તપાસ, ચશ્માના નંબર, આંખના તમામ રોગોનું નિદાન તેમજ સારવાર તથા ચશ્માના નંબર ઉતારવા માટેનું સલાહ સુચન તેમજ મોતિયાના ઓપરેશનની સમજણ અને કેમ્પ તારીખ 25 થી તારીખ 30 સુધી મોતિયા ના મફત તપાસ અને ઓપરેશન કેમ્પનું આયોજન ની સુવિધા રાખવામાં આવેલ છે. તેવું દાહોદ દ્રષ્ટિ નેત્રાલયના સ્થાપક ડોક્ટર શ્રેયાબેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે. તથા સંતરામપુર તેમજ મહીસાગર જિલ્લાની ગરીબ અને જરૂરતમંદ જનતાએ આ સુવિધાનો લાભ લેવા માટે અપીલ કરી છે.