રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલિસતંત્ર દ્વારા ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ગરબાડા આઝાદ ચોક પાસે અવરનેશ કાર્યક્રમ યોજ્યો
અવરનેશ કાર્યક્રમ અંતર્ગત ગરબાડા ની જુદી જુદી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેમજ નવા કાયદા, પોક્સો , બેડ ટચ ગુડ ટચ તેમજ વ્યસન મુક્તિ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.
ગરબાડા તા. ૧૯
જાહેર માર્ગો પર બનતા અકસ્માત, ટ્રાફિક સમસ્યા તેમજ શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેમજ શાળાએ ભણતા વિદ્યાર્થીઓમાં નવા કાયદાની જાણકારી મળી રહે અને પોલીસ એ પ્રજાનો મિત્ર છે અને વાહન ચાલકો નિયમોનું પાલન કરે તે માટે ગરબાડા પોલીસ મથકનાં પી.આઇ કે.આઇ રાવત તેમજ પી.એસ.આઇ રાણા અને ગરબાડા પોલીસ મથકની ટીમ દ્વારા ગરબાડા આઝાદ ચોક ખાતે વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવું ટ્રાફિક રુલ્સ એન્ડ રેગ્યુલેશન ની સચોટ માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા
તેમજ ગરબાડા ની સાર્વજનિક શાળા જાબુઆ , જે કે તન્ના હાઇસ્કુલ ગાગરડી, રામ કૃપા ઉતર બુનિયાદી શાળા નવાફળિયા મોડન સ્કૂલ નવા ફળિયા સહિત વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓને મળીને નવા કાયદા , પોક્સો કાયદો , ગુડ ટચ/ બેડ ટચ, સાયબર ક્રાઈમ તેમજ ટ્રાફિક નિયમો , વ્યસન મુક્તિ વિશે સમજ આપવામાં આવી.