Wednesday, 11/12/2024
Dark Mode

પંચમહાલ એસીબી ની કાર્યવાહી: સરકારી બાબુઓમાં ફફડાટ… સંજેલીમાં દારપણાના દાખલા ની અવેજીમાં 5000 રૂપિયાની લાંચ માંગનાર સર્કલ ઓફિસર તેમજ વચેટીઓ સ્ટેમ્પ વેલ્ડર એસીબીના છટકામાં ઝડપાયા..

November 14, 2024
        1225
પંચમહાલ એસીબી ની કાર્યવાહી: સરકારી બાબુઓમાં ફફડાટ…  સંજેલીમાં દારપણાના દાખલા ની અવેજીમાં 5000 રૂપિયાની લાંચ માંગનાર સર્કલ ઓફિસર તેમજ વચેટીઓ સ્ટેમ્પ વેલ્ડર એસીબીના છટકામાં ઝડપાયા..

રાજેશ વસાવે :- દાહોદ 

પંચમહાલ એસીબી ની કાર્યવાહી: સરકારી બાબુઓમાં ફફડાટ…

સંજેલીમાં દારપણાના દાખલા ની અવેજીમાં 5000 રૂપિયાની લાંચ માંગનાર સર્કલ ઓફિસર તેમજ વચેટીઓ સ્ટેમ્પ વેલ્ડર એસીબીના છટકામાં ઝડપાયા..

દાહોદ તા. 13

પંચમહાલ એસીબી ની કાર્યવાહી: સરકારી બાબુઓમાં ફફડાટ... સંજેલીમાં દારપણાના દાખલા ની અવેજીમાં 5000 રૂપિયાની લાંચ માંગનાર સર્કલ ઓફિસર તેમજ વચેટીઓ સ્ટેમ્પ વેલ્ડર એસીબીના છટકામાં ઝડપાયા..

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા નાયબ મામલતદાર તેમજ સ્ટેમ્પ વેલ્ડર મિલકત અંગે દારપણાના દાખલો કાઢી આપવાની અવેજીમાં 5000 રૂપિયાની લાંચ સ્વીકારતા પંચમહાલ એસીબીના હાથે ઝડપાઈ જતા સંજેલી વહીવટી તંત્ર સહિત લાંચિયા સરકારી બાબુઓમાં સ્તબ્દતાની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. 

પંચમહાલ એસીબી ની કાર્યવાહી: સરકારી બાબુઓમાં ફફડાટ... સંજેલીમાં દારપણાના દાખલા ની અવેજીમાં 5000 રૂપિયાની લાંચ માંગનાર સર્કલ ઓફિસર તેમજ વચેટીઓ સ્ટેમ્પ વેલ્ડર એસીબીના છટકામાં ઝડપાયા..

પ્રાપ્ત વિગતો અનુસાર સંજેલી મામલતદાર કચેરીમાં એક અરજદારને મિલકત સંબંધી દારપણાના દાખલાની જરૂરિયાત હોય તેણે સંજેલી મામલતદાર કચેરીમાં સંપર્ક કરતા તેને અરજી કરવાનું જણાવ્યું હતું જે કામ સંદર્ભે અરજદાર મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેલ્ડર તરીકે કામ કરતા મોહનભાઇ સોમાભાઇ બારીઆ રહે.ભામણ, પટેલ ફળીયુ નાઓને મળતા તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે ફરીયાદીના મોટાભાઇના નામે મિલ્કત આવેલ હોય તેઓના નામની અરજી તૈયાર કરાવી ફરીયાદીએ અરજી માલતદાર કચેરી સંજેલી ખાતે તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ જમા કરાવ્યો હતો. જે બાદ તેઓને દારપણાનો દાખલો ન મળતા ફરીયાદી ફરીથી તા.૧૧/૧૧/૨૦૨૪ ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઇ ઓફીસમાં જઈ તપાસ કરતા ક્યાં હાજર કર્મચારીઓએ આ મામલે સર્કલ ઓફિસર હાજર ન હોય અને આવતી કાલ તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ આવશે તેમ જણાવતા ફરીયાદીએ તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઇ મેહુલ ચંન્દ્રકાન્તભાઇ રાજપાલને મળતા તેઓએ સ્ટેમ્પ વેલ્ડર મેહુલ બારીયાને મળવા જણાવ્યું હતું.જેથી ફરિયાદીએ સ્ટેમ્પ વેલ્ડર મેહુલ બારીયાનો સંપર્ક કરતા તેઓએ સર્કલ ઓફિસર જોડે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ઉપરોક્ત અરજી સંદર્ભે દાખલો કાઢી આપવા માટેની અવેજીમાં 5000 રૂપિયાની લાંચ ની માંગણી કરતા ફરિયાદીએ પંચમહાલ એસીબી નો સંપર્ક કરતા પંચમહાલ એસીબીના મદદનીશ નિયામક બી.એમ.પટેલના સુપરવિઝનમાં પંચમહાલ એસીબી પીઆઇ એમ.એમ. ટેજોત તેમજ તેમની ટીમેં છટકું ગોઠવ્યું હતું જેમાં ફરિયાદીએ મોહન બારીયા જોડે વાતચીત કરી 5000 રૂપિયા તેમને આપ્યા હતા. જે બાદ ઉપરોક્ત મોહન બારીયાએ પૈસા મળી ગયા છે તેમ માટે નાયબ મામલતદાર મેહુલ રાજપાલને ટેલીફોનિક વાતચિત કરતા એસીબી પોલીસે બંનેને રંગે હાથ ઝડપી આગળની કાર્યવાહી કરવા માટે દાહોદ એસીબી કચેરી ખાતે લાવ્યા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!