સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિકાસ સપ્તાહના ભાગરૂપે આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું ….

Editor Dahod Live
2 Min Read

સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિકાસ સપ્તાહના ભાગરૂપે આયુષ્માન આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું ….

સીંગવડ તા. ૧૭

                                                                     સિંગવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 17 10 24 ના રોજ વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આયુષ્માન આરોગ્ય શિબિર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પારુલ હોસ્પિટલ વડોદરા ખાતેથી અલગ અલગ વિભાગના ડોક્ટરો દ્વારા આવીને તપાસ કરવામાં આવી હતી જેમાં આંખ નાક કાન ગળા મેડિસિન વિભાગ સર્જરી વિભાગ સ્ત્રી રોગ બાળ રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાં  પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય  નારસિંગ ભાઈ પરમાર દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જ્યારે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જીતેન્દ્ર મુનિયા સિંગવડ આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રિતેશ પટેલ સી.એચ.ઓ નોડલ કૃષ્ણકાંત ભાઈ તેમજ તાલુકા સુપર વાઇઝર લક્ષ્મણભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

જ્યારે આ ડોક્ટરો દ્વારા ડાયાબિટીસના 19 બીપીના 21 સ્ત્રી રોગ 18 નાક કાન ગળા 17 જનરલ મેડિસિન 79 જનરલ સર્જરી 46 વગેરે મળીને 207 જેટલા દર્દીઓને ઓપીડી કરવામાં આવી હતી . જેમાંથી 7 જેટલા દર્દીઓને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા

Share This Article