રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા APMC માર્કેટ ખાતે ફૂડ સેફટી પખવાડિયા અંતર્ગત કેમ્પ યોજાયો જેમાં 45 જેટલા દુકાનદારોને લાઇસન્સ મંજૂર કરવામાં આવ્યા.
આગામી તહેવારોને ધ્યાનમાં લઈને વેપારીઓ સાથે મીટીંગ અને નવા સર્ટિફિકેટ ફૂડ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા.
ગરબાડા તા. ૮
આજે તારીખ 8 ઓક્ટોબર ના રોજ ગરબાડા એપીએમસી માર્કેટ ખાતે દાહોદ જિલ્લા સેફટી પખવાડિયા અંતર્ગત કરિયાણા મીઠાઈ ફરસાણ હોટલ રેસ્ટોરન્ટ નાસ્તા તથા પાણીપુરી વગેરે ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ સાથે ફુડ કેમ્પ યોજાયો હતો. જેમાં આગામી તહેવારોને ધ્યાનમાં લઇ ખાદ્ય જ વસ્તુઓને જાળવણી અંગેની જાણકારી આપી હતી
અને સેફ્ટી કીટનું વિતરણ થતાં રજીસ્ટ્રેશન સ્થળ ઉપર કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા નગરના 45 જેટલા નવા દુકાનદારોના રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મંજુર કરવામાં આવ્યા હતા.