
રાહુલ ગારી :- ગરબાડા
તાલુકા કન્યાશાળા ગરબાડા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિમંત્રણસેલ અને RBSK દ્વારા તમાકુ મુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ગરબાડા તા. ૭
ગરબાડા તાલુકાની કન્યાશાળા ખાતે તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના (RBSK)સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત અને એપેડેમીક મેડિકલ ઓફિસરશ ડૉ.નયન જોષી તેમજ ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ડાભી સાહેબ ના માર્ગદર્શન હેઠળ “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” (ToFEI ) કાર્યક્રમ યોજાયો હતો જેમાં ToFEI ના મુદ્દાઓના પાલન અર્થે આચાર્ય શૈલાબેન બારીયા મેડમ સમક્ષ શાળાના બાળકોને તમાકુ થી થતા આર્થિક, શારીરિક અને માનસિક નુકશાન અંગે PPT અને વિડીયોગ્રાફી ના માધ્યમ થી ડૉ. હરેશ પરમાર અને ડૉ. બિનલ સોલંકી દ્વારા માહિતગાર કરવામાં આવેલ તેમજ કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.