*ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ની ટીમે સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતી કરાવી*….
દાહોદ તા. ૩૦
દાહોદ જીલ્લાનાં આગાવાડા ગામના સ્થાનિક સગર્ભા મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડતાં ઈ એમ આર આઇ GHS 108ની મદદ લેવામાં આવી હતી. 108ની ટીમ તાત્કાલિક આગાવાડા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા સગર્ભાને પ્રસુતિનુ અસહ્ય દુઃખાવો હોવા છતાં 108ની ટીમે સફળતા પુર્વક જોખમી જુડબા બાળકો ની પ્રસૂતી કરાવી માતા અને નવજાત બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…
આગાવાડાગામમાં રહેતી એક સગર્ભા મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા તેમને EMRI GHS 108ની મદદ લેવામાં આવી હતી. ઈ એમ ટી નિલેશભાઈ પાંડોર અને પાયલટ Vicchiyabhai ડામોર તિમારડા 108ની ટીમ તાત્કાલિક આગાવાડા ગામે પહોંચી સગર્ભા મહિલાને તપાસતા મહિલા ને ખુબ જ પીડા હોવાથી એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવવાની જરૂર પડી હતી અને જુડવા બાળકો હોવાથી આ પ્રસુતા માતા ખૂબ જ જોખમી હોવાથી સગર્ભા મહિલા દર્દી ની ઈ.એમ.ટી નિલેશભાઈ પાંડોર દ્વારા ઈમરજન્સી ફીઝિસિયન ની સલાહ મુજબ સફળતા પૂર્વક પ્રસૂતિ કરવામાં આવી હતી. માતા અને નવજાત બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ CHC Katwara સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા આ તકે દર્દીના પરિવાર જનો એ 108 ના સ્ટાફ ની કામગીરી ને બિરદાવી હતી.