Friday, 04/10/2024
Dark Mode

ગરબાડાના મીનાક્યાર ગામ ખાતે કલેકટરની અધ્યક્ષતા સરકાર આપનાં આંગણે અંતર્ગત રાત્રી સભા યોજાઇ

September 21, 2024
        997
ગરબાડાના મીનાક્યાર ગામ ખાતે કલેકટરની અધ્યક્ષતા સરકાર આપનાં આંગણે અંતર્ગત રાત્રી સભા યોજાઇ

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડાના મીનાક્યાર ગામ ખાતે કલેકટરની અધ્યક્ષતા સરકાર આપનાં આંગણે અંતર્ગત રાત્રી સભા યોજાઇ

ગરબાડા તા. ૨૧

ગરબાડાના મીનાક્યાર ગામ ખાતે કલેકટરની અધ્યક્ષતા સરકાર આપનાં આંગણે અંતર્ગત રાત્રી સભા યોજાઇ

ગરબાડાના મીનાક્યાર ગામ ખાતે દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે ની અધ્યક્ષમાં સરકાર આપના આંગણે અંતર્ગત રાત્રિ અભા યોજાઈ હતી જે રાત્રે સભામાં મીનાક્યાર ગામનાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેકટર સમક્ષ તેની રજૂઆત થઈ હતી જેમાં ગામ લોકો દ્વારા એક મુખ્ય રજૂઆતમાં મીનાકયાર ગામમાં ચોમાસામાં સિંચાઈ તળાવનો અમણાં (વેસ્ટવીયર) માં જે મટીરીયલ ટેકરા ટેકરી ઝાડી ઝાખરામાં અડચણ રૂપ હોવાથી તળાવનું વધારાનું પાણી રોકાતા રસ્તો અવર-જવર બંધ થઈ જતો હોય છે અને પાણી ખેડૂતોના પાકમાં ફરી વળવાના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે તેમજ રસ્તા ઉપર પાણી ફરિવળવાના કારણે શાળાએ જતા બાળકો તેમજ ગામ લોકોની અવરજવર બંધ થથી હોય છે ત્યાં અમણાં સાફ કરાવી અને નવીન બ્રિજ બાંધવામાં આવે તો તેનું સમસ્યાનો નિરાકરણ થઈ શકે છે તેવી કલેકટર સમક્ષ ગામ લોકોએ રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં લઈને રાત્રિના સમયે જ કલેકટર દ્વારા તેની વિઝીટ પણ કરવામાં આવી હતી અને સહલગ્ન વિભાગના કર્મચારીઑ અધિકારીઓને સમસ્યાનું નિવારણ લાવવા માટે સૂચનો પણ કર્યા હતા. તેમજ ગામ લોકો દ્વારા મિનાંક્યાર ગામ મધ્યપ્રદેશને અડીને આવેલું છે ત્યાં લૂંટફાટ તેમજ ચોરીની ઘટના બને છે ત્યાં પોલીસ દ્વારા રાત્રીના સમયે સતત પેટ્રોલિંગ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી અને શાળાએ જતા બાળકો માટે મિનાંક્યાર દાહોદ બસ સુવિધા થાય તેમજ પટેલ ફળિયાના બાળકોને નજીકમાં જ મીની આંગણવાડી નો લાભ મળે તેની પણ રજૂઆત સાથે નલ શે જલ યોજના અંતર્ગત જે અડધા ગામમાં પાણી મળે છે અને અડધા ગામમાં પાણી નથી મળતું તે સુવિધા નો લાભ તમામ ગામ લોકોને મળે તેવી માંગ કરી હતી. રાત્રે સભામાં કલેકટર સહિત તાલુકા પંચાયત ઉપપ્રમુખ લલ્લુભાઈ જાદવ પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત સલગ્ન વિભાગના અધિકારીઓને કર્મચારીઓ સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!