રાજેશ વસાવે :- દાહોદ
*” હાજીર હો ” કાર્યક્રમના માધ્યમથી લોક અદાલતના લાભો ઘરે બેઠા જાણી શકાશે*
દાહોદ તા. ૧૦
દાહોદમા આગામી તા. ૧૪-૦૯-૨૦૨૪ ના રોજ દાહોદ અને ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજનાર છે. જેમાં વિવિધ સમાધાન લાયક કેસોનો લોક અદાલતના માધ્યમથી નિકાલ થાય અને લોક અદાલતના ફાયદાઓ જાણી મહત્તમ લોકો લોક અદાલતનો લાભ લઈ શકે તે હેતુથી લોક અદાલત આગામી તારીખ ૧૧-૦૯-૨૦૨૪ ના રોજ બપોરે ૦૨:૩૦ કલાકે, તારીખ ૧૨-૦૯-૨૦૨૪ ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે તેમજ તારીખ ૧૩-૦૯-૨૦૨૪ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે એમ સળંગ ત્રણ દિવસ સુધી ડીડી ગિરનાર ચેનલ અને you tube એપ્લિકેશનના માધ્યમથી રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સુનિતા અગ્રવાલજીના સંદેશ સાથે વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટિસ બિરેન એ. વૈષ્ણવ દ્વારા લોક અદાલત બાબતે વિશેષ ચર્ચા સહ માર્ગદર્શન કાર્યક્રમનું પ્રસારણ યોજાશે.