બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળા માં શ્રાવણ માસ દરમિયાન ચાર તિથિ ભોજન આપવામાં આવ્યા*
સુખસર,તા.6
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં દર માસે બાળકો ને મનપસંદ તિથી ભોજન આપવામાં આવે છે.પરંતુ શ્રાવણ માસમાં દર શુક્રવારે તિથિ ભોજન આપવામાં આવે છે.શ્રાવણ માસમાં મોટાભાગના માણસો ઉપવાસ રાખતા હોય છે. ઉપવાસનો અર્થ એવો થાય છે કે એક ટંકનું ભોજન જે બચે છે તે 30 દિવસનું ભોજન બીજાને ખવડાવવામાં આવે છે.અને ખરેખર બીજાને ખવડાવવામાં ખૂબ જ પુણ્ય મળતું હોય છે.જેના ભાગરૂપે ભીતોડી ગામમાં પ્રથમ શુક્રવારે ગામના અગ્રણી અંબાલાલભાઈ પારગી તરફથી બાળકોને ફરાળી આપવામાં આવી હતી.બીજા શુક્રવારે હંસાબેન પટેલ તરફથી સેવ ઉસળ આપવામાં આવ્યું હતું.ત્રીજા શુક્રવારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શાળા અને ગામનું ગૌરવ એવા અલ્કેશભાઇ પારગી કે જેઓ હાલ દુબઈ ગયા છે તેઓ તરફથી દાળ-ભાત અને બુંદી આપવામાં આવી હતી.અને ચોથા શુક્રવારે શાળા આસિસ્ટન્ટ શિક્ષક શ્રીમતી ટીનાબેન પટેલ દ્વારા દાળ,ભાત,ભજીયા અને જલેબી આપવામાં આવી હતી.આ રીતે બાળકોને પુરા શ્રાવણ માસ દરમિયાન શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.