રાજેશ વસાવે :- દાહોદ
પોલીસબેડામાં આંતરિક બદલીનો દોર,નવા પીઆઇઓને નિમણૂક અપાઈ
દાહોદ જિલ્લા પોલીસવડાએ 16 પોલીસ ઈન્સ્પેક્ટરો બદલાયા..
પીએસઆઇ કક્ષામાંથી પીઆઇ કક્ષાના પોલીસ સ્ટેશન અપગ્રેડ કરાયા..
હવે જિલ્લામાં ચાર જ પોલીસ મથકો પીએસઆઇ કક્ષાના બાકી રહ્યા, દેવગઢબારિયા પીઆઇની નિમુણક બાકી.
દાહોદ તા. 03
દાહોદ જીલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા દ્વારા દાહોદ જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનો પર ફરજ બજાવતાં તેમજ અન્ય જીલ્લા માંથી દાહોદ ખાતે બદલીથી આવેલા પોલીસ ઈન્સ્પેક્ટરોની જીલ્લામાં જ આંતરીક બદલીઓ કરવામાં આવી છે. જેમાં એસ.ઓ.જી. શાખા દાહોદમાં ફરજ બજાવતાં એસ.એમ.ગામેતીને દાહોદ એલસીબીમા મુકવામા આવ્યા છે, દાહોદ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના ડી.ડી.પઢીયારને સાયબર ક્રાઈમ બ્રાંચમા, લીવ રીઝર્વ તરીકેના એ.એમ.કામળીયાને દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, પી.એ.જાડેજાને બી ડીવીઝન પોલીસ સ્ટેશન, વી.પી.કનારાને દાહોદ રુરલ પોલીસ સ્ટેશન, દાહોદ બી ડિવીઝન ના કે.આર.રાવત ને ગરબાડા પોલીસ સ્ટેશન, યુ.એમ.ગાવિત ને કતવારા પોલીસ સ્ટેશન, બી.વી.ઝાલાને ધાનપુર પોલીસ સ્ટેશન, સી.પી.આઈ દાહોદ એસ.વી.વસાવા ને લીમખેડા પોલીસ સ્ટેશન, એન.કે.ચૌધરીને રણધીકપુર પોલીસ સ્ટેશન, એસ.એમ.રાદડીયાને સંજેલી પોલીસ સ્ટેશન, દાહોદ રુરલ પોલીસ સ્ટેશન ના કે.સી.વાઘેલાને ફતેપુરા પોલીસ સ્ટેશન, સી.પી.આઈ ઝાલોદ એસ.સી.રાઠવા ને ઝાલોદ પોલીસ સ્ટેશન, સી.પી.આઈ દેવગઢ બારીઆ કે.કે.રાજપુત ને લીમડી પોલીસ સ્ટેશન, લીમખેડાપોલીસ મથકના જે.એમ.ખાંટ ને ચાકલીયા પોલીસ સ્ટેશન જ્યારે એસ.એસ.વરુ ની દેવગઢ બારીઆ સી.પી.આઈ તરીકે બદલી કરવામા આવી છે.જોકે પીએસઆઇ માંથી પી.આઈ કક્ષામા અપગ્રેડ થયેલા 9 પોલીસ મથકો માથી 8 મા પી.આઈ કક્ષાના અધિકારીઓની નિમણુંક કરવામા આવી છે, જેમા રણધીકપુર, ધાનપુર, ફતેપુરા, ઝાલોદ, લીમડી, ચાકલીયા, કતવારા, ગરબાડા પોલીસ મથકોનો સમાવેશ થાય છે, જ્યારે દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનમા હજી પી.આઈ કક્ષાના અધિકારીની નિમણુંક બાકી છે.
*હવે જીલ્લા ના માત્ર 4 પોલીસ સ્ટેશનો પીએસઆઇ કક્ષાના.*
દાહોદ જીલ્લાના મોટા ભાગના પોલીસ મથકોને પીએસઆઈ કક્ષામાંથી પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરી દેવામાં આવ્યા છે હવે માત્ર જિલ્લાનાજેસાવાડા, પીપલોદ, સાગટાળા અને સુખસર પોલીસ મથકો જ પીએસઆઇ કક્ષના બાકી રહ્યા છે.