રાજેશ વસાવે :- દાહોદ
*આદિજાતિ પશુપાલકોના પશુઓ માટે નિ શુલ્ક એનિમલ ટ્રેવીસ આપવાની યોજના*
*પહેલાં જે પશુની સારવાર,રસીકરણ તેમજ કૃત્રિમ બીજદાનની કામગીરી તેમજ પશુઓના કેમ્પ દરમિયાન પશુ બાંધવામાં તકલીફ પડતી હતી તેનાથી છુટકારો મળ્યો છે – લાભાર્થી રમણભાઈ બબેરીયા*
દાહોદ તા. ૨૮
દાહોદ તાલુકાના વિવિધ ગામો ખાતે આવેલ ગ્રામ પંચાયતો / દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ ખાતે જરૂરિયાત મુજબ ગામના લોકોને પશુઓની સારવાર, રસીકરણ, કૃત્રિમ બીજદાન તેમજ પશુ કેમ્પના આયોજનમાં સરળતા રહે તે માટે પશુઓ માટેની કુલ ૮૬ જેટલી ટ્રેવિસ એનિમલ ટ્રેવીસ આપવાની યોજના હેઠળ ફાળવવામાં આવી છે.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના બાંડીબાર ખાતે રહેતા રમણભાઈ જીથરાભાઈ બબેરીયાને જેઓ તેમના ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું સંચાલન કરી રહ્યા છે
લાભાર્થી રમણભાઈ બબેરીયા જણાવે છે, પશુ દવાખાના દાહોદથી આ યોજના વિષે અમને જાણકારી મળી હતી. પશુ આરોગ્ય ને લગતા પ્રશ્નો પશુ ડોક્ટર આગળ રજૂ કરતાં તેમણે અમને વિસ્તારપૂર્વક યોજના અંગેની જાણકારી આપી હતી.
આ યોજના થકી અમને આ ઘોડી(ટ્રેવીસ) મળી છે જેના દ્વારા અમને હવે જે પહેલાં તકલીફ પડતી હતી એ હવે નથી પડતી અને હવે અમારી અને પશુઓની પણ સલામતી જળવાઈ રહે છે. અમારા જેવા લોકો માટે સરકાર જે કઈ યોજના અમલમાં મૂકી મદદ કરે છે એ બદલ સરકારશ્રીનો હું ખુબ ખુબ આભાર માનું છું.
પશુપાલન શાખાની મુખ્ય કામગીરીઓ પૈકી સારવાર, કુત્રિમ બીજદાન અને પશુઓના રસીકરણ તેમજ પશુઓ માટેના કેમ્પ જેવી અગત્યની ગ્રામ્ય કક્ષાએ કરવાની થતી કામગીરી માટે એનિમલ ટ્રેવીસ એ પાયાની જરૂરિયાત છે.
વધુમાં દાહોદ પ્રાયોજના વિસ્તારમાં આદિજાતિ પશુપાલકોના પશુઓ માટે ટ્રેવીસ આપવાથી પગ અને કમરની ઈજા થયેલ પશુને સહેલાઈથી ઉભું રાખી શકાય છે. અંદરના દર્દી તરીકે રાખી સારવાર કરી શકાય છે. તેમજ ફેકચર થયેલ પશુને ઉભા રાખી સારવારમા સરળતા રહે છે.ટ્રેવીસની મદદથી સારવાર, રસીકરણ તેમજ કૃત્રિમ બીજદાનની કામગીરીમાં પણ સરળતા રહે છે.
ઉપરાંત પશુઓ અને સારવાર આપનાર પશુચિકિત્સા અધિકારી/પશુધન નિરીક્ષક/કુત્રિમ બીજદાન કર્મચારી,પશુઓની તેમજ પશુ માલિકની કામગીરી દરમિયાન સલામતી રહેતી હોય છે.આમ, ગ્રામ્ય કક્ષાએ પશુઓની વૈજ્ઞાનિક ઢબે સારવાર થઈ શકે તેમજ પશુપાલકોને કામગીરીમાં સરળતા રહે અને પશુપાલન ક્ષેત્રની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે છે.
૦૦૦