રાજેશ વસાવે :- દાહોદ
*કુદરતી આફત સામે દાહોદ જિલ્લા પશુપાલનની ટીમ ખડે પગે*
*ફતેપુરા તાલુકાના હિંડોલીયા ગામે મકાન પડતાં પશુઓને ઈજા થતા તાત્કાલિક પશુપાલન ટીમ સ્થળ પર પહોંચી શરૂ કરી સારવાર*
દાહોદ તા. ૨૭
જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સતત માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં આજ રોજ ફતેપુરા તાલુકાના હિંડોલીયા ખાતે મકાન પડી જતાં અબોલ પશુઓ ઇજાગ્રસ્ત થતાં જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે ને જાણ થતાં તાત્કાલિક ધોરણે નાયબ પશુપાલન શ્રી કમલેશ ગોસાઈ ને સુચના આપતા પશુપાલનની ટીમ તાત્કાલિક સ્થળ પર જઈને ઘાયલ પશુઓની સારવાર કરાઇ હતી
૦૦૦