રાજેશ વસાવે :- દાહોદ
ગાંજાની ખેતી ઝડપાઈ:દાહોદ SOG પોલીસે ખરેડી ગામે રેડ કરી ખેતરમાંથી 2.55 લાખની કિંમતના 44 લીલા ગાંજાના છોડ ઝડપી પાડયા..
દાહોદ તા. 24
દાહોદ જીલ્લાના ખરેડી ગામે ડામોર ફળીયામા એક ખાનગી માલિકીના ખેતરમા દાહોદ એસ.ઓ.જી. પોલીસે રેડ પ્રતિબંધિત લીલા ગાંજાના રૂપિયા 2.55 લાખની કિંમતના 44 ગાંજાના છોડ ઝડપી પાડી ખેતર માલિકની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના ખરેડી ગામે ડામોર ફળિયામાં રહેતા 58 વર્ષીય રાજુ ભુરા ડામોરની માલિકીના કબજા ભોગવટાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાની ગુપ્ત બાતમી દાહોદ એસઓજી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એસ.ઓ.જી પોલીસની ટીમે બાતમીમાં દર્શાવેલ ખરેડી ગામના ડામોર ફળિયામાં રાજુ ભુરા ડામોરની માલિકીના કબજા ભોગવટાના ખેતરમાં ઓચિંતી રેડ પાડી હતી.
ખેતરમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ એવા લીલા ગાંજાના ગેરકાયદેસર રીતે વાવેતર કરી ઉછેર કરેલ રૂપિયા 2,55,950/- ની કુલ કિંમતના 25.595 ગ્રામ કુલ વજનના લીલા ગાંજાના છોડ નંગ-44 પકડી પાડી ખેતર માલિક ખરેડી ગામના ડામોર ફળિયાના રાજુ ભુરા ડામોરની ધરપકડ કરી અત્રેની કચેરીએ લાવી ગાંજાની ખેતી કેટલા સમયથી કરો છો? ગાંજાનો મુદ્દામાલ કોને કોને ત્યાં સપ્લાય કરોછો.? તે તમામ બાબતની પૂછપરછ કરી આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખરેડી ગામના રાજુ ભુરા ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ 1985ની કલમ 20(એ) (1) મુજબ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.