více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદના માંડલી ગામમાં ભીષણ આગ: રહેણાંક મકાન બળી ખાખ,પરિવારને ભારે નુકસાન લીમખેડા તાલુકામાં અગમ્ય કારણોસર લાગેલી આગમાં મહેશભાઈ પ્રતાપભાઈનું મકાન સંપૂર્ણ બળી ગયું; 

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના માંડલી ગામમાં ભીષણ આગ: રહેણાંક મકાન બળી ખાખ,પરિવારને ભારે નુકસાન

લીમખેડા તાલુકામાં અગમ્ય કારણોસર લાગેલી આગમાં મહેશભાઈ પ્રતાપભાઈનું મકાન સંપૂર્ણ બળી ગયું; 

112 સેવા અને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, ગ્રામજનો સહાય માટે આગળ આવ્યા

દાહોદ તા.03

લીમખેડા તાલુકાના માંડલી ગામે એક રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જેમાં કોઈ કઈ સમજે તે પહેલા આગ એટલી વિકરાળ બની હતી કે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને સાથે જ 112 જનરક્ષકને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. રાત્રિના સમયે બનેલી ઘટનામાં ફાયર બિગેડ દ્વારા આગ ઓલવી દેવામાં આવી છે પરંતુ આગની જ્વાળાઓમાં ઘરમાં મુકેલો ઘરવખરી નો તમામ સરસામાન બળીને રાત થઈ જતા મકાન માલિકને વ્યાપક નુકસાન પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

 

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના માંડલી ગામમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. જેમાં માંડલી ગામના મંદિર ફળિયામાં રહેતા મહેશભાઈ પ્રતાપભાઈના નિવાસસ્થાને અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ એટલી વિકરાળ હતી કે એક કલાકથી વધુ સમય સુધી ગ્રામજનો આગ પર કાબૂ મેળવવા મથી રહ્યા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ 112 ઈમરજન્સી સેવા તેમજ દેવગઢબારિયા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી.જોકે, ત્યાં સુધીમાં મકાનમાં રહેલ કિંમતી અનાજ અને ઘરેલું સામાન સંપૂર્ણ રીતે બળી ને ખાખ થઈ ગયું હતું.આ આગની ઘટનામાં મહેશભાઈ પ્રતાપભાઈને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.હાલ ગ્રામજનો દ્વારા પીડિત પરિવારને સહાય પહોંચાડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard