રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં બોગસ બિનખેતી પ્રકરણમાં દસ્તાવેજી ખરાઈ માટે જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં સ્પેશ્યલ સેલની રચના કરાઈ…
તાલુકા લેવલે પ્રાંત અધિકારી તેમજ TDO ની નોડલ ઓફિસર તરીકે વરણી કરાઈ.
નિર્દોષ પ્રોપર્ટી ધારકો માટે સરકાર ગંભીર ટૂંક સમયમાં નવી નીતિ અંતર્ગત બોનોફાઇડ પરસેસરોને લાભ મળે તે માટે મનોમંથન શરૂ.
દાહોદ તા. 23
દાહોદ કસ્બા સહિત આજુબાજુના વિસ્તારના 178 જેટલા સર્વે નંબરો પર તંત્ર દ્વારા વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગતા હુકમો જાહેર થયા પછી શહેર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.તો આજે જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં નોંધાયેલા આવા સંદિગ્ધ નંબરો સહિત અન્ય સામાન્ય પ્રજાજનો પણ પોતાની જમીનો અથવા પોતાની મિલકતો અંગે ખરાઈ કરી શકે તે માટે જિલ્લા કલેક્ટર ખાતે સ્પેશિયલ સેલ ની રચના કરી છે.
જિલ્લા વિકાસ અધિકારી હસ્તકના એક અધિકારી તાલુકા પંચાયત હસ્તકના એક અધિકારી તથા કલેકટર કચેરી ખાતે નાયબ કલેકટર કક્ષાના એક અધિકારી સહિત જે જે કચેરીઓના જે તે હુકમો અને જે તે સત્તા પ્રકારને વેરિફિકેશન કરી શકે તેવા તમામ કચેરીના અધિકારીઓનું એક સ્પેશિયલ સેલ રચી અને જાહેર કર્યા હતા.હવે સામાન્ય પ્રજાજન પણ પોતે પોતાની મિલકત અંગે ખરાઈ કરી શકશે તો બીજી બાજુ શંકાસ્પદ નંબરો પૈકી હજુ કેટલાક સર્વે નંબરોમા પણ વધુ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી જે તે કક્ષાએ તેના વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.જેથી કરીને અન્ય કોઈ ગેરરીતીથી અથવા અન્ય કોઈ લાભ કોઈ ત્રાહિત ન લઈ જાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
*બોનોફાઇડ પરચેઝરો માટે સરકાર દ્વારા નવેસરથી પોલીસી રચાશે તેવા મંડાણ..!!*
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સમગ્ર નકલી હુકમો અને નકલી નોંધો જે જે નંબરોમાં માલુમ પડ્યા છે.તે નંબરોના બોનોફાઇડ પરચેઝરો મિલકત ધારકો અને સામાન્ય નાગરિકો કે જેવો આ બાબતથી સંપૂર્ણ અજાણ છે.અને નિર્દોષ છે તેઓ માટે રાજ્ય સરકાર પણ ગંભીર છે અને તેઓને નુકસાન ન થાય તેવી કોઈ પોલીસી ઘડવા માટે તત્પર હોવાનું અને આગામી દિવસોમાં આવી મિલકત ધારકોને રેગ્યુલાઇઝ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે.તેવા સંકેતો પણ સાંભળી રહ્યા છે.
*દાહોદ કસ્બા વિસ્તારમાં 4000 પ્રોપર્ટીઓમાં 10,000 લોકો બોગસ બીનખેતી પ્રકરણમાં પ્રભાવિત થયા.*
મળતી માહિતી પ્રમાણે દાહોદ કસ્બા વિસ્તારમાં શંકાસ્પદ જાહેર કરાયેલા સર્વે નંબરોમાં ચાર હજાર કરતાં પણ વધુ મિલકતો અને 10,000 જેટલાં વ્યક્તિઓ આ સંદિગ્ધ નંબરોમાં અસર પામે તેવા હોય કોઈ ખાસ નીતિ પણ ઘડાનારના હોવાનું જાણવા મળેલ છે.ત્યારે વહીવટી તંત્ર અને સરકાર પણ નિર્દોષ પ્રોપર્ટી ધારકને રાહત મળે તે માટે કટિબદ્ધ બની છે.
*દાહોદ બન્યું બોગસ બિનખેતી પ્રકરણનું AP સેન્ટર.*
આમ તો બોગસ બિનખેતી પ્રકરણ ઉજાગર થયા બાદ કલેકટર ની અધ્યક્ષતામાં એકમાત્ર દાહોદ જ નહીં પરંતુ જિલ્લાના તમામ તાલુકાઓમાં નિયુક્ત કરાયેલા સ્પેશિયલ સેલ દ્વારા બિનખેતીના હુકમોનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યાર સુધીની તપાસ દરમિયાન સૌથી વધુ બોગસ એને ના હુકમો દાહોદમાંથી સામે આવ્યા છે એટલું જ નહીં મોટાભાગના તમામ હુકમો તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાની જમીનોમાં કરવામાં આવ્યા હોવાનું બહાર આવવા પામ્યું છે.