દે.બારીયાના તોયણી નજીક દિલ્હી-મુંબઈ હાઇવે નજીકથી અઢી લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો, ચાલક ફરાર
દાહોદ તા. 16
દેવગઢબારિયા તાલુકાના તોયણી ગામેથી પસાર થતા ભારતમાલા પરિયોજના દિલ્હી-મુંબઈ હાઇવે રોડની બાજુના કાચા રસ્તા પરથી ફોરવીલર ગાડીમાં લવાતો ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે.
દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામ નજીક તોયણી ગામે બનતો નવા રસ્તા ભારતમાલા હાઇવેની રોડની બાજુના કાચા રસ્તા પરથી એક મારુતિ સુઝુકી સ્વીફ્ટ ડિઝાયર ગાડી MP.11.સીસી.1329 નો ચાલક લઈને આવતો હતો. તે સમયે દાહોદ જિલ્લા એલસીબીના કોન્સ્ટેબલ દિનેશભાઈ મોહનભાઈ બાતમી મળતા તે 3 થી 6 વાગ્યા સુધી પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી ગાડી MP.11.સીસી.1329 ની ગાડી ને ઉભી રખાડતા ગાડી ચાલક ત્યાંથી લઈને નાસી છૂટ્યો હતો.જ્યારે તે ગાડી ભારત માલા હાઇવે રોડ ની બાજુમાં કાચા રસ્તા પર આગળ જવાનો રસ્તો ન મળતા તે સીફ્ટ ગાડી ઊભી કરીને આજુબાજુ આવેલા મકાનો તથા ખેતરોની આડમાં ક્યાંક સંતાઈ નાસી છૂટ્યા હતા.જ્યારે એલસીબી કોન્સ્ટેબલ દિનેશભાઈ દ્વારા ગાડીની તપાસ કરતા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયરનો નો કુલ 29 પેટી બોટલ નંગ 744 નો મુદ્દા માલ મળી આવ્યો હતો જ્યારે આ મુદ્દા માલમાં ₹1,00560 નો મુદ્દામાલ તથા ગાડી M.P11.સીસી.1329 તેની કિંમત 2,50,000 એમ કુલ 3,50,560 નો મુદ્દા માલ ઝડપી પાડીને આ માલને પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.