Friday, 11/10/2024
Dark Mode

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યકમો તેમજ મહારેલી યોજાશે..  આદિવાસી સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબલો તેમજ આદિવાસી પહેરવેશમાં સજ્જ લોકો મહારેલીમાં જોડાશે..

August 7, 2024
        471
દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યકમો તેમજ મહારેલી યોજાશે..   આદિવાસી સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબલો તેમજ આદિવાસી પહેરવેશમાં સજ્જ લોકો મહારેલીમાં જોડાશે..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યકમો તેમજ મહારેલી યોજાશે..

આદિવાસી સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબલો તેમજ આદિવાસી પહેરવેશમાં સજ્જ લોકો મહારેલીમાં જોડાશે..

જિલ્લાની છ વિધાનસભામાંથી પાંચ જગ્યાએ સરકારી કાર્યક્રમો યોજાશે, પોલીસ દ્વારા ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરાશે..

દાહોદ તા. 09

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યકમો તેમજ મહારેલી યોજાશે..  આદિવાસી સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબલો તેમજ આદિવાસી પહેરવેશમાં સજ્જ લોકો મહારેલીમાં જોડાશે..

આગામી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ને અનુલક્ષીને આદિવાસી પરિવાર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટના દિવસે દાહોદ જિલ્લામાં દાહોદ,ગરબાડા,ઝાલોદ, ફતેપુરા, તેમજ લીમખેડા મુકામે વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.તો સાથે સાથે આ દિવસે સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા રોડ તાતિયા ભીલ શેડ ખાતે આવેલા તાત્યા ભીલ શેડ નીચે આદિવાસી સમાજના વડવાઓ દ્વારા ધૂણી દખાવી ખત્રીઓનું પૂજન કરવામાં આવશે.

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યકમો તેમજ મહારેલી યોજાશે..  આદિવાસી સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબલો તેમજ આદિવાસી પહેરવેશમાં સજ્જ લોકો મહારેલીમાં જોડાશે..

જ્યારે બીજા દિવસે દાહોદ શહેરમાં મુખ્યત્વે બે દિશાઓમાંથી સાંસ્કૃતિક મહારેલીની શરૂઆત થશે.પ્રથમ રેલી નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી શરૂ થશે જે બસ સ્ટેશન, સ્વામી વિવેકાનંદ સર્કલ,ચાર થાંભલા,ભરપોડા સર્કલ થઈ બિરસા મુંડા ચોક ખાતે પહોંચશે.તો બીજી મહારેલી શહેરના ગોધરા રોડ નાકાથી શરૂઆત થઈ ગોધરારોડ, દેસાઈવાડ, હુસેની મસ્જિદ થઈ બિરસા મુંડા સર્કલ પાસે પહોંચશે. જ્યાં બંને રેલીનું સમાગમ થશે અને મહારેલી સ્વરૂપે માણેકચોક, નગરપાલિકા,કોર્ટ રોડ, ચાકલીયારોડ,ઠક્કરબાપા સર્કલ થઈ તાલુકા પંચાયત સામે આદિજાતિ ભવન ખાતે પૂર્ણાહુતિ થશે.

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યકમો તેમજ મહારેલી યોજાશે..  આદિવાસી સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબલો તેમજ આદિવાસી પહેરવેશમાં સજ્જ લોકો મહારેલીમાં જોડાશે..

રેલીની શરૂઆત પૂર્વે આદિવાસી સમાજના વડવાઓ દ્વારા ખત્રી પૂજન કર્યા બાદ આદિવાસી સમાજના આ તહેવારની શરૂઆત થશે. જેમાં બંને સ્થળે આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સમાજના ઉત્થાન તેમજ જલ જંગલ જમીનની રક્ષા કાજે સંબોધન કરવામાં આવશે. ત્યારબાદ આ મહા રેલીની શરૂઆત થશે. જેમાં રેલીની શરૂઆતમાં માજી સૈનિક સંગઠનના નિવૃત્ત આર્મી જવાનો દ્વારા પરેડ જોવામાં આવશે. તેની પાછળ આદિવાસી સમાજના પહેરવેશ અને ઓજારોથી સજ્જ આદિવાસી સમાજના લોકો પરંપરાગત ઢોલ,ત્રાસા,વાજિંત્રો,વાંસળીની મધુર સુરાવલી રેલાવશે. તેની પાછળ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો વૃદ્ધ વડીલો મહિલાઓ, પારંપરિક પહેરવેશમાં ટીમલી નૃત્ય સાથે આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરશે.સમગ્ર મહારેલી દરમિયાન વિવિધ પ્રકારના સંદેશાઓ આપતા ટેબલો મહા રેલીની શોભા વધારશે.જેમાં આદિવાસી સમાજનું કલ્ચર સંસ્કૃતિ,તેમના ઓજારો,તેમની રહેણીકરણી, શિક્ષણ આરોગ્ય, તેમજ સિકલ સેલ ની બીમારીથી જાગૃત કરવા કલાકૃતિ દર્શાવતા ટેબલો રજૂ થશે. તો સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા પણ સાયબર ક્રાઇમ, ટ્રાફિકની અવરનેસ, આરટીઓના નિયમો દર્શાવતા ટેબલો પણ આ મહારેલીમાં જોવા મળશે. આ ઉપરાંત વિવિધ સમાજ દ્વારા મહારેલીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે. સાથે સાથે ખાણીપીણીના સ્ટોલ પણ સેવાભાવી સંસ્થા તેમજ જાગૃત નાગરિકો દ્વારા ઊભા કરવામાં આવશે.સમગ્ર રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તથા કોઈપણ પ્રકારની અગવડ ન પડે જેને અનુલક્ષીને આદિવાસી પરિવાર માંથી 600 જેટલા સ્વયંસેવકો દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં પોલીસ અધિકારીઓ તેમજ જવાનો દરેક પોઇન્ટ ઉપર ધાબા પોઇન્ટ પર તથા ડ્રોન કેમેરાના માધ્યમથી પેટ્રોલિંગ કરશે. આ સમગ્ર કાર્યક્રમમાં અંદાજે એક લાખની જન્મેદની ઉમટવાની આશા સેવાઈ રહી છે ત્યારે દાહોદના સાંસદ છ એ છ વિધાનસભાના ધારાસભ્યો, સમાજના અગ્રણીઓ તથા પદાધિકારીઓ પણ આ મહા રેલીમાં જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!