
દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ, 6 જુગારીઓ ઝડપાયા
દાહોદ તા.30
દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કાપડી વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા તમામ 06 જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા 7430/- તેમજ પાંચ નંગ. મોબાઈલ ફોન મળી કુલ રૂા.24430/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તારમાં પટેલ ફળિયામાં જાહેરમાં પાના પત્તા વડે રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા સિરાજ મજીદ મંન્છી, કાળા ઐયુબ પટેલ, હુસેન અહેમદ ચાંદા, ઈરફાન યુસુફ ચાંદા, ફારૂક મજીદ પટેલ અને નિઝામ અયુબ પટેલને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા 7430/- ની રોકડ રકમ સાથે 05 નંગ મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.24430/-નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.