
રાહુલ ગારી :- ગરબાડા
*સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર ખાતે હિપેટાઇટિસ ડે ની ઉજવણી અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો*
ગરબાડા તા. ૨૨
તા 15જુલાઈ થી 28 જુલાઈ દરમિયાન હિપેટાઇટિસ ડે ઉજવણી કરવાની હોય છે જે અંતર્ગત તા-22/7/2024 ના રોજ જીલ્લા ક્ષય અને એચ આઇ વી અધિકારી શ્રી ડૉ આર. ડી. પહાડીયા તેમજ શ્રી ડૉ મનીષ. એમ .સિંહા (અધિક્ષક)ના માગૅદશૅન થી ડૉ આશિષ રાવ (ગાયનેકોલોજિસ્ટ) થી વર્લ્ડ હિપેટાઇટિસ દિવસ ઉજવણી અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર ખાતે ઇંટ્રીગેટેડ હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો .જેમાં આઇસીટીસી કાઉન્સેલર , લેબોરેટરી ટેકનીશ્યન તેમજ સ્ટાફ નર્સે દ્વારા એચ.આઇ.વી, ટીબી,હિપેટાઇટિસ, રક્તપિત્ત તેમજ સિકલસેલ વિશે માહીતિ આપી અને આવેલ કુલ ૪૬ ભાઈઓ અને બહેનો ને માગૅદશૅન તેમજ સેવાઓ પુરી પાડવામાં આવી. અને નિદાન કરવામાં આવ્યું
આ હેલ્થ કેમ્પ ની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર નો આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો