જયેશ ગારી :- કતવારા
દાહોદમાં ગુરુપૂર્ણિમાના દિવસે મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરુ સંતશ્રી રવિદાસજી મહારાજની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો.
દાહોદ તા. ૨૨
દાહોદ શહેરના મુક્તેશ્વર મહાદેવ મંદિર દાહોદ ખાતે પ્રવિત્ર ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ સંતશ્રી રવિદાસજી મહારાજની મહા આરતીનો કાર્યક્રમ સનાતન વર્ડ પરિવાર દાહોદ અને સંતશ્રી રવિદાસ મહારાજ સમાજના કાર્યકર્તા દ્વારા મહાઆરતી નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ મહા આરતીમા સનાતન વર્લ્ડ પરિવારના કાર્યકર્તાઓ અને ગુરુ સંતશ્રી રવિદાસજી સમાજના યુવાનો અને પ્રદેશ પ્રચારક ગુજરાત સનાતન વલ્ડૅ પરિવાર હિંદુ યુવા વાહિની દાહોદ જિલ્લા અધ્યક્ષ રિંકેશભાઈ પ્રજાપતિ હાજર રહિયા હતા. જેમા મુક્તેશ્વર મહાદેવ દાહોદ સંતશ્રી રવિદાસજી મહારાજની મહા આરતી પૂર્ણ કરી સનાતન વર્લ્ડ પરિવાર દાહોદના સૌ કાર્યકર્તાઓ રામાનંદ પાર્ક ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ સનાતન વર્લ્ડ પરિવારના કાર્યકર્તાઓને આશીર્વાદ પ્રસાદી આપ્યા હતા, પ્રદેશ પ્રચારક ગુજરાત સનાતન વલ્ડૅ પરિવાર અને હિન્દુ યુવા વાહીની દાહોદ જિલ્લાના અધ્યક્ષ પિંકેશભાઈ પ્રજાપતિએ મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજને સાલ અને ફુલ માળા પહેરાવીને ગુરુપૂર્ણિમાનું ગુરુજીનું સન્માન કર્યું હતું.