રાજેશ વસાવે :- દાહોદ
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નેત્રમ પ્રોજેક્ટની ઇન્ડસ્ટ્રીઅલ વિઝિટ કરાઈ
દાહોદ તા. ૨૧
દાહોદમાં સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ દ્વારા હાલ ચાલી રહેલા વિવિધ વિભાગોની કામગીરી અંગેની જાણકારી માટેના અભિયાન હેઠળ પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓને તેઓ જે – તે વિભાગને જાણે, સમજે તેમજ કામગીરીથી વાકેફ થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત પ્રોફેસર ઇશાક શેખ તેમજ કોલેજ સ્ટાફ દ્વારા પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે નેત્રમ પ્રોજેક્ટની વિઝિટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિઝિટ નેત્રમના ઇન્ચાર્જ પી. એસ. આઈ. વસૈયા તેમજ પી. એસ. આઈ. ચૌધરી નો દ્વારા અને સ્ટાફ દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની કામગીરીની સમીક્ષા સહ જાણકારી આપવામાં આવી હતી.
જે અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ સર્વેલન્સ કેમેરા, વાયરલેસ કોમ્યુનિકેશન સાધનો અને ઈ ચલણ વિષે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને નેત્રમ પ્રોજેક્ટ થકી દાહોદ સીટીઝનને થતી ઉપયોગિતાની ઝીણવટપૂર્વક સમજણ આપવામાં આવી હતી. જેમાં ટ્રાફિક રૂલ્સ અને વાયોલેશનની પણ સમજ આપવામાં હતી.